UP News : યોગી સરકાર સરકારી ફ્લેટ પર આપશે મોટું ડિસ્કાઉન્ટ, જનતાને મળશે મોટો લાભ
UP News : ઉત્તર પ્રદેશમાં હાઉસિંગ બોર્ડના મોટી સંખ્યામાં ફ્લેટ વેચાયા વગરના ખાલી પડ્યા છે. હવે બોર્ડ દ્વારા ખરીદનારાઓને 15 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ ડિસ્કાઉન્ટ 15 નવેમ્બર સુધી ઉપલ્બ્ધ રહેશે. જોકે, આ ડિસ્કાઉન્ટ એમને જ મળશે, જેમને ફ્લેટની સંપૂર્ણ કિંમત 60 દિવસમાં ચૂકી દે છે.
લખનઉ, કાનપુર, ગાઝિયાબાદ અને મેરઠ સહિત રાજ્યના ઘણા શહેરોમાં હાઉસિંગ બોર્ડના લગભગ 8000 ફ્લેટ ખાલી પડ્યા છે. હાઉસિંગ બોર્ડના એડિશનલ હાઉસિંગ કમિશનર અને સેક્રેટરી નીરજ શુક્લાએ જણાવ્યું હતું કે, બોર્ડે ઘર ખરીદનારાઓને 15 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. શુક્લાએ જણાવ્યું હતું કે, આ છૂટ 15 નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઉસિંગ બોર્ડ ઊંચી કિંમતને કારણે તેના ફ્લેટનું વેચાણ કરી શક્યું નથી. ગાઝિયાબાદમાં સૌથી વધુ ફ્લેટ 4407 ખાલી પડ્યા છે. મેરઠમાં વિવિધ યોજનાઓમાં 1910 ફ્લેટ ખાલી પડ્યા છે. કાનપુર અને મુરાદાબાદમાં 241 અને 103 ફ્લેટ ખાલી પડ્યા છે.
લખનઉમાં હાઉસિંગ બોર્ડની અવધ વિહાર અને વૃંદાવન યોજનાઓમાં 1742 ફ્લેટ ખાલી છે. LDA ફ્લેટ્સ મોંઘા છે, નબળી જાળવણી, પ્રાઇવેટ ડેવલોપર્સની તુલનામાં ઊંચી કિંમત, સુવિધાઓનો અભાવ અને અસ્વચ્છ સામાન્ય વિસ્તારો, LDA તેના 4000 થી વધુ ફ્લેટ વેચવામાં સક્ષમ નથી. તમામ પ્રયાસો છતાં ડેવલપમેન્ટ ઓથોરિટી લોકોને આકર્ષવામાં સક્ષમ નથી.
સમગ્ર શહેરમાં 4000 જેટલા LDA ફ્લેટ વેચાયા વગરના પડ્યા છે. ખાનગી વિકાસકર્તાઓના ફ્લેટની તુલનામાં, એલડીએ ફ્લેટ મોંઘા છે અને તેમાં બ્યુટીફિકેશનનો પણ અભાવ છે. એલડીએના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડેવલપમેન્ટ ઓથોરિટીના ફ્લેટ ખાનગી ડેવલપર્સ કરતાં લગભગ 20 ટકા મોંઘા છે. એલડીએ રૂપિયા 3800 થી રૂપિયા 5500 પ્રતિ ચોરસ ફૂટના દરે ફ્લેટ વેચી રહી છે, જ્યારે ખાનગી ડેવલપર્સ સસ્તા દરે ફ્લેટ ઓફર કરી રહ્યા છે અને તે પણ સારી સ્થિતિમાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
