યુપી નેમ પ્લેટ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સોમવારે સૂનાવણી થશે
કાવડ યાત્રાના રૂટ પરની દુકાનો બહાર નેમ પ્લેટ લગાડવાના યોગી સરકારના ફતવાના વિરોધ વચ્ચે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
કાવડ યાત્રાના માર્ગો પર હોટેલો, ઢાબાઓ અને તમામ દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો મામલો વિવાદે ચડ્યો છે. હવેસુપ્રીમ કોર્ટ આ મામલે સોમવારે સુનાવણી કરશે.

એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ નામની એનજીઓએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અરજીમાં ઉત્તર પ્રદેશ સરકારના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી 20 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે ઓનલાઈન દાખલ કરવામાં આવી છે.
કાવડ યાત્રા નેમપ્લેટ વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ 22 જુલાઈએ કરશે.
ઉત્તર પ્રદેશ સરકારે 22 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રા માટે અનેક ઘણી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે રાજ્યભરના કાવડ યાત્રાના માર્ગો પર ખાદ્ય અને પીણાની દુકાનો પર ઓપરેટર/માલિકનું નામ અને ઓળખ પ્રદર્શિત કરવામાં આવે જેથી કરીને યાત્રાળુઓની આસ્થાની પવિત્રતા જળવાઈ રહે.
સરકારે કહ્યું છે કે આ આદેશનો હેતુ કોઈ પણ પ્રકારનો ધાર્મિક ભેદભાવ ઉભો કરવાનો નથી પરંતુ તે માત્ર ભક્તોની સુવિધા માટે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
