કયા પાંડવે પોતાની બહેનને ચૂમી હતી? રાહુલ-પ્રિયંકાના વાયરલ ફોટો પર યુપીના મંત્રીનુ વિવાદિત નિવેદન
ઉત્તરપ્રદેશના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે સવાલ ઉઠાવીને ગાંધી પરિવાર પર વિવાદિત નિવેદન આપી દીધુ.
ઉત્તર પ્રદેશમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંચ પર પોતાની બહેન પ્રિયંકા ગાંધીને વ્હાલથી કિસ કરતા જોવા મળ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલુ વાકયુદ્ધ વધુ ઉગ્ર બની ગયુ છે. આ ક્રમમાં ઉત્તરપ્રદેશના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે સવાલ ઉઠાવીને ગાંધી પરિવાર પર વિવાદિત નિવેદન આપી દીધુ.

યુપીના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે સવાલ પૂછ્યો કે કયો પાંડવ 50 વર્ષની ઉંમરે સાર્વજનિક સભામાં પોતાની બહેનને કિસ કરે છે? ભારતીય સંસ્કૃતિ આવી બાબતોને મંજૂરી આપતી નથી. તમને જણાવી દઈએ કે 3 જાન્યુઆરીએ યાત્રા દરમિયાન રાહુલ અને પ્રિયંકાની હસતી તસવીરો વાયરલ થઈ હતી, જેના પર ભાજપના કેટલાક નેતાઓના નિવેદનો આવ્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ અંબાલામાં નુક્કડ સભાને સંબોધિત કરતા આરએસએસ પર નિશાન સાધ્યુ હતુ.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે કૌરવો કોણ હતા? પહેલા હું તમને 21મી સદીના કૌરવો વિશે જણાવીશ. તેઓ ખાખી ચડ્ડી પહેરે છે, હાથમાં લાઠી લઈને ચાલે છે અને શાખાઓ ચલાવે છે. ભારતના બે-ત્રણ સૌથી અમીર અબજોપતિ આ કૌરવોની સાથે ઉભા છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ દિનેશ પ્રતાપ સિંહે કહ્યુ કે, 'જો રાહુલ ગાંધી આરએસએસને કૌરવો કહી રહ્યા હોય તો શું તેઓ પાંડવો છે એવુ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? જો તેઓ પાંડવો હોય તો 50 વર્ષની ઉંમરે કયા પાંડવે જાહેર સભામાં તેની બહેનને ચૂમી હતી? આ આપણી સંસ્કૃતિ નથી, ભારતીય સંસ્કૃતિ આવી બાબતોને મંજૂરી આપતી નથી.'
તેમણે કહ્યુ કે, 'રાહુલ ગાંધી ભારતીય સંસ્કૃતિને શું સમજશે. કોઈ પોતાની બહેનને જાહેરમાં આ રીતે ચુંબન કરે છે. ખૂબ જ શરમજનક... કયો ભારતીય આ રીતે કિસ કરે છે... ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ટી-શર્ટ પહેરીને, તેમણે તેમના પૂર્વજો પાસેથી શીખ તો લેવીતી.' તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનુ સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન બંને ભાઈ-બહેન સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. રાહુલની પ્રિયંકાને વ્હાલ કરતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે વ્હાલથી બહેનને કિસ કરતા દેખાયા હતા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' અનેક રીતે સફળ માનવામાં આવી રહી છે. આનુ સૌથી મોટુ ઉદાહરણ એ છે કે ભારતીય રાજનીતિમાં હવે જે કોંગ્રેસનુ અસ્તિત્વ નહોતુ તે કોંગ્રેસની ચર્ચા થવા લાગી છે. આ ચર્ચામાંથી રાજકીય આંદોલનો પણ ઉભા થયા છે, જેના કારણે એક યા બીજા વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
