યુપીના સીએમ યોગી ઝુપડપટ્ટી વાળા વિસ્તારોમાં બનાવશે ગગનચૂંબી બિલ્ડિંગ્સ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તમામ વિકાસ પ્રાધિકરણ અને સ્થાનિક તંત્ર સુનિશ્ચિત કરે કે ક્યાંય પણ ગેરકાયદે વસાહતો સ્થાપવી જોઈએ નહીં. આવાસ અને શહેરી નિયોજન વિભાગની સમીક્ષા બેઠકમાં તેમણે કહ્યું કે પ્રત્યેક કોલોનીમાં પણ જરૂરી સુવિધાઓ હોવી જોઈએ.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લખનઉમાં એક બેઠકની અધ્યક્ષતા કરતી વેળાએ આ વાત કહી હતી. ઉપરાંત તેમણે કહ્યું કે, તમામ વિકાસ સત્તાવાળાઓએ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે બહુમાળી રહેણાંક સંકુલ બનાવવા જોઈએ.યોગીએ કહ્યું કે યુપીને 1 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે આપણે શહેરીકરણને વધારવાની જરૂરત છે. આ પ્રયાસમાં આવાસ વિભાગ અને વિકાસ પ્રાધિકરણોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વિકાસ પ્રાધિકરણોએ ટેક્નોલોજીના ઉપયોગથી રોકાણ, રોજગાર અને નવીનતા સાથે સક્રીય રૂપે આગળ વધવાની જરૂરત છે. શહેરી નિયોજન આગલા 50 વર્ષોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ જ્યારે માસ્ટર પ્લાન 20 વર્ષો માટે હોવો જોઈએ.
ઉપરાંત તેમણે કહ્યું કે, ભૂમાફિયાઓ સામેની કડક કાર્યવાહીથી જનતામાં સકારાત્મક સંદેશો ગયો છે. હાલમાં લૂકરગંજમાં ભૂમાફિયાઓથી મુક્ત કરાવેલી જમીન પર પ્રયાગરાજ વિકાસ સત્તાવાળાઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 78 પરિવારોને મકાનની ચાવી સોંપી છે.
તેમણે આગળ કહ્યું કે આ પ્રક્રિયા સતત ચાલતી રહેવી જોઈએ. આવી રીતે જ લખનઉમાં ભૂમાફિયાઓથી મુક્ત કરાવેલી 3000 વર્ગ મીટર જમીન પર ગરીબો માટે સર્વોચ્ચ પ્રાથમિકતા પર ઘર બનાવવા જોઈએ. તેમણે અધિકારીઓ પાસેથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ની જેમ જ ઉત્તર પ્રદેશ રાજ્ય રાજધાની ક્ષેત્ર બનાવવા માટે જરૂરી કાનૂની પ્રક્રિયાનું પાલન કરવા કહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
