UP Budget 2023 : બજેટમાં કરાઇ ખેડૂતો માટે મોટી જાહેરાત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી ભેટ
UP Budget 2023 : ઉત્તર પ્રદેશ નાણામંત્રી સુરેશ ખન્નાના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને વીજળીના બિલમાં 100 ટકા રિબેટ આપવામાં આવી છે.
UP Budget 2023 : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બુધવારના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. યોગી આદિત્યનાથ સરકારના નાણામંત્રી સુરેશ ખન્નાએ બજેટ સત્ર દરમિયાન બજેટ ભાષણ વાંચ્યું હતું. આ બજેટ રજૂ કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, અમે બજેટને પોતાના ચૂંટણી સંકલ્પ પત્ર(ચૂંટણી ઢંઢેરા)ના 132 વચનોમાંથી 110 વચનો પુરા કર્યા છે.

બજેટ પ્રેઝન્ટેશનમાં ખેડૂતોને મોટી ભેટ પણ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગીએ પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બજેટમાં રાજ્યના ખાનગી ટ્યુબવેલ સાથે જોડાયેલા અન્નદાતા ખેડૂતોને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. વર્તમાન બજેટમાં આગામી સમયમાં 100 ટકા છૂટ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. એટલે કે યોગી સરકારે બજેટમાં ખેડૂતો માટે વીજળી બિલ માફ કરવાની જાહેરાત કરી છે.
ફ્રી સિલિન્ડરની જાહેરાત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્યમાં હોળી અને દિવાળી પર એક-એક મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. સીએમ યોગીએ જણાવ્યું હતું કે, અમે એક નવી યોજના વિસ્તારવા જઈ રહ્યા છીએ અને તે છે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ, જેઓ રાજ્યની અંદર લગભગ 1 કરોડ 74 લાખ છે. તેઓને દિવાળી અને હોળી પર ઉજ્જવલા યોજનામાંથી એક-એક એલપીજી આપવામાં આવશે. સિલિન્ડર મફતમાં ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે અમે આ બજેટમાં 3,47,47,48,000 રૂપિયાની વ્યવસ્થા કરી છે.
સંકલ્પ પત્ર(ચૂંટણી ઢંઢેરા)માં આપવામાં આવેલા વચનો અંગે તેમણે જણાવ્યું હતું કે, લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં આપવામાં આવેલા 130 વચનોમાંથી 110નો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માટે 64 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે મુખ્યમંત્રી યોગીએ ફ્રી સિલિન્ડર અને વીજળીનું બિલ માફ કરવાની જાહેરાત કરી, ત્યારે બંને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
