UP: ચોથા તબક્કામાં 31 ટકા કરોડપતિ મેદાનમાં
લખનઉ, 25 એપ્રિલ: ઉત્તર પ્રદેશમાં 30 એપ્રિલના રોજાનાર મહાસંગ્રામમાં 233માંથી 73 એટલે કે (31 ટકા) ઉમેદવાર કરોડપતિ છે. કરોડપતિ ઉમેદવારોની રેસમાં કોંગ્રેસ સૌથી આગળ છે. રાજ્યમાં આ મતદાન ચોથા તબક્કાનું છે. આ તબક્કામાં 14 લોકસભા વિસ્તારોમાં મતદાન થવાનું છે. વધુ સંપત્તિ ધરાવનાર મુખ્ય ઉમેદવારોમાં ઉન્નાવથી કોંગ્રેસના ઉમેદવાર અનુ ટંડન પહેલા ક્રમ પર છે, જેમની સંપત્તિ 63 કરોડ રૂપિયાથી વધુ છે. બીજી તરફ ઝાંસીથી બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ઉમેદવાર અનુરાધા શર્માની સંપત્તિ 31 કરોડ રૂપિયાથી વધુ છે. આમ આદમી પાર્ટી (આપ)ના સ્ટાર પ્રચારક અને લખનઉથી ઉમેદવાર જાવેદ જાફરીની સપંત્તિ 26 કરોડ રૂપિયાથી વધુ છે.
સૌથી ઓછી સંપત્તિવાળા ત્રણ ઉમેદવારોમાં શિવસેનાના ઝાંસીથી ઉમેદવાર સુનીલ મૈસેની સંપત્તિ 3,113 રૂપિયા છે. જાલૌનથી ઑલ હિંદ પાર્ટીના ઉમેદવાર ગંગા સિંહની સંપત્તિ 85,00 રૂપિયા છે. શ્રેષ્ઠતમ રાષ્ટ્ર પાર્ટીથી લખીમપુરના ધરૌહરાથી ઉમેદવાર સ્વામી દયાળની સંપત્તિ 21 હજાર રૂપિયા છે.
ઉત્તર પ્રદેશ ઇલેકશન વોચ (યુપીઇડબ્લ્યૂ) અને એસોસિએશન ફોર ડેમોક્રિટિક રિફોર્મ (એડીઆર)એ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કા હેઠળ ચૂંટણી લડનાર 233 ઉમેદવારોમાંથી 73 ઉમેદવારોના શપથપત્રોનું વિશ્લેષણ કર્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશમાં મતદારોને જાગૃત કરવાનો છે, જેથી તે પોતાના વોટ કિંમત સમજે.
પક્ષ મુજબ કરોડપતિ ઉમેદવારો: બસપાના 14માંથી 13 (93 ટકા), કોંગ્રેસના 14માંથી 13, ભારતીય જનતા પાર્ટીના (ભાજપ)ના 14 માંથી 12 (86 ટકા), આપના 12માંથી પાંચ (42 ટકા) ઉમેદવારોની સંપત્તિ એક કરોડથી વધુ છે.

સરેરાશ સંપત્તિ
ચોથા તબક્કામાં ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2 કરોડ રૂપિયા છે.

સરેરાશ સંપત્તિ પક્ષ મુજબ
પક્ષવાર ઉમેદવારોની સંખ્યા પ્રત્યેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ

કોંગ્રેસ
કોંગ્રેસ (14 ઉમેદવાર) 7.84 કરોડ રૂપિયા

ભાજપ
ભાજપ (14 ઉમેદવાર) 3.04 કરોડ રૂપિયા

બસપા
બસપા (14 ઉમેદવાર) 6.14 કરોડ રૂપિયા

સપા
સપા (13 ઉમેદવાર) 6.05 કરોડ રૂપિયા

આપ
આપ (12 ઉમેદવાર) 3.32 કરોડ રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
