Unlock 5: 7 મહિના બાદ આજથી ખુલશે સ્કૂલ અને થિયેટર, આ ગાઈડલાન્સનુ પાલન કરવુ જરૂરી
15 ઓક્ટોબર એટલે કે ગુરુવારથી સ્કૂલ, થિયેટરો, મલ્ટિપ્લેક્સ, મનોરંજન પાર્ક અને સ્વિમિંગ પુલ ખુલશે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમણને અટકાવવા માટે માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદથી દેશભરની સ્કૂલ, થિયેટરો સહિત અન્ય ઘણા સાર્વજનિક સ્થળો બંધ હતા. 30 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી અનલૉકના પાંચમાં તબક્કાની ગાઈડલાઈન્સમાં એવા ઘણા સ્થળોને ખોલવાની મંજૂરી આપી દીધી હતી. જે હેઠળ 15 ઓક્ટોબર એટલે કે ગુરુવારથી સ્કૂલ, થિયેટરો, મલ્ટિપ્લેક્સ, મનોરંજન પાર્ક અને સ્વિમિંગ પુલ ખુલશે. જો કે આ દરમિયાન કોરોનાથી બચાવ માટે બધા ઉપાયોનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે. વળી, સ્કૂલ કે સ્વિમિંગ પુલ સહિત બાકી સ્થળ ખોલવામાં આવશે જે કન્ટેનમેન્ટ ઝોનથી બહાર હશે.

થિયેટરમાં 50 ટકા સીટો જ ભરેલી હોવી જોઈએ
થિયેટરો કે મલ્ટીપ્લેક્સમાં 50 ટકા સીટો જ ભરેલી હોવી જોઈએ. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન જરૂરી છે. જે સીટ ખાલી રાખવાની હોય તેના પર કોઈ નિશાન બનેલુ હોવુ જોઈએ. આ સાથે જે સીટો પર લોકોને બેસવાનુ હોય તેના પર પણ એવા નિશાન બનેલા હોવા જોઈએ. પેમેન્ટ માટે ડિજિટલ રીતનો ઉપયોગ જરૂરી છે. આ દરમિયાન ટિકિટ કાઉન્ટરની સંખ્યા વધુ હોવી જોઈએ અને ભીડને નિયંત્રિત કરવા માટે ટિકિટની એડવાન્સ બુકિંગની વ્યવસ્થા પણ જરૂરી છે. આ સાથે જ માત્ર પેકેટ ફૂડ અને પેય પદાર્થોની અનુમતિ હશે.

આ છે સ્કૂલ ખોલવા સાથે જોડાયેલા દિશા-નિર્દેશ
જો કે 21 સપ્ટેમ્બરથી અનલૉક 4 હેઠળ ધોરણ 9થી 12 માટે સ્વૈચ્છિક આધારે સ્કૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ બાકીના સ્થળોને ખોલવાની મંજૂરી નહોતી. કેન્દ્રએ ગુુરુવારથી તબક્કાવાર રીતે સ્કૂલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ આના પર અંતિમ નિર્ણય રાજ્ય સરકારોએ જ લેવાનો છે. દિલ્લી અને મહારાષ્ટ્ર સહિત ઘણા અન્ય રાજ્યોએ હજુ સ્કૂલ ખોલવાનો નિર્ણય લીધો નથી. પંજાબે 15 ઓક્ટોબર અને ઉત્તર પ્રદેશે 19 ઓક્ટોબરથી સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છ. કેન્દ્રએ સ્કૂલ ખોલવા અંગે જે દિશા નિર્દેશ જારી કર્યા છે તેમાં ઑનલાઈન-ડિસ્ટંસ લર્નિંગ, માતાપિતા પાસે સ્કૂલ આવવા માટે લેખિતમાં મંજૂરી, શિફ્ટ અનુસાર ક્લાસ થવા, હાજરીમાં છૂટ અને ત્રણ સપ્તાહ સુધી કોઈ અસેસમેન્ટ ન હોવુ શામેલ છે.

મનોરંજન પાર્કોમાં સેનિટાઈઝેશન જરૂરી
મનોરંજન પાર્કોમાં કામવાળા સ્થળ અને અન્ય જગ્યાએ સાફ સફાઈ થવી જોઈએ. આવા પાર્ક ખુલતા પહેલા અને બાદમાં સફાઈ થવી જરૂરી છે. સાથે જ બાકી સમયમાં પણ સેનિટાઈઝેશન કરવામાં આવશે. ફેસ માસ્ક અને કવરને ઉપયોગ બાદ ફેંકવા માટે અલગ અલગ કચરાના ડબ્બા હોવા જોઈએ. આ ઉપરાંત આ પાર્કોમાં સ્વિમિંગ પુલ બંધ રહેશે. વૉટર પાર્ક અને વૉટર રાઈડવાળા પાણીને નિયમિત રીતે ફિલ્ટર કરવામાં આવશે. પાર્કના અધિકારીઓને પરિસરની અંદર અને બહાર લાઈન માટે પૂરતા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવા પડે. ભીડથી બચવા માટે પૂરતા ટિકિટ કાઉન્ટર ઉપલબ્ધ કરાવવા અને ઑનલાઈન બુકિંગને પ્રોત્સાહન આપવાનુ રહેશે.

સ્વિમિંગ પુલ માટે એસઓપી જારી
ખેલ મંત્રાલયે સ્વિમિંગ પુલ ખોલવા અંગે પણ એસઓપી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ઓલિમ્પિક આકારમાં પુલમાં એક સેશન દરમિયાન માત્ર 20 સ્વિમર જ પ્રશિક્ષણ લઈ શકે છે. સાથે જ સ્વિમરોએ સેલ્ફ ડિક્લેરેશન જમા કરાવવુ જરૂરી રહેશે. રેસિડેન્સિયલ સ્વિમરોએ કોવિડ-19નો નેગેટીવ રિપોર્ટ જમા કરાવવો જરૂરી છે. દરેક પ્રશિક્ષણ કેન્દ્રમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સ હશે જે પ્રશિક્ષુઓ, કોચ અને કર્મચારીઓને ગાઈડ કરશે અને તેમનુ નિરીક્ષણ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
