અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી અને ધર્મેન્દ્રના ઘરોને બૉમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત કૉલરે આપી ધમકી
બિઝનેસમેન મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
Threat Call: મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નાગપુર પોલીસને કોઈ અજાણ્યા વ્યક્તિએ આ ધમકી આપી છે. ધમકીનો આ કૉલ આવ્યા પછી મુંબઈ પોલીસને આ અંગે માહિતી આપવામાં આવી. ત્યારબાદ મુંબઈ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને કૉલ કરનાર વ્યક્તિની તપાસ ચાલુ કરવામાં આવી છે.

27 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રની નાગપુર પોલીસને એક અનામી વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ કૉલ સાંભળીને નાગપુર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફોન કરનારે દાવો કર્યો હતો કે મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયામાં બ્લાસ્ટ થશે. આ ઉપરાંત ફોન કરનારે કહ્યુ કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરે પણ ધમાકો થશે. ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે આતંકી હુમલાને અંજામ આપવા માટે 25 સશસ્ત્ર માણસો મુંબઈના દાદર પહોંચ્યા છે.
આ ફોન કૉલ પછી નાગપુર પોલીસ સતર્ક થઈ ગઈ અને તરત જ મુંબઈ પોલીસને તેની જાણ કરી. હાલ મુંબઈ પોલીસ કૉલ કરનાર વ્યક્તિને શોધી રહી છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ કૉલ ફેક છે કે નહીં. જોકે, આ માહિતી મળતાં પોલીસ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી.
તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે 2021માં ત્રણ રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના ઘરે બૉમ્બ હોવાની અફવા ફેલાવવા બદલ બે લોકોની અટકાયત કરી હતી. બાદમાં 25 ફેબ્રુઆરી, 2021ના રોજ, દક્ષિણ મુંબઈમાં કારમાઈકલ રોડ પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક એક એસયુવી ત્યજી દેવાયેલી મળી આવી હતી, જેમાં 20 છૂટક જિલેટીન લાકડીઓ અને અંબાણી પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપતી નોટ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
