ઉમા ભારતી લોકસભા ચૂંટણી નહીં લડે, કંઈક આવી ઈચ્છા વ્યકત કરી
કદાવર બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ફરીથી શનિવારે જાહેરાત કરી હતી કે તેમણે ઔપચારિક રીતે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને પત્ર લખ્યો હતો
કદાવર બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ફરીથી શનિવારે જાહેરાત કરી હતી કે તેમણે ઔપચારિક રીતે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે તે આગામી લોકસભાની ચૂંટણી લડવા માંગતી નથી. આના વિશે ઉમા ભારતીએ એક પછી એક ઘણી ટ્વીટ પણ કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું છે કે તેઓ આગામી વર્ષ ગંગા કિનારા પર ગાળવાનું પસંદ કરશે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીની ઠીક પહેલા આ પાર્ટીએ છોડ્યો ભાજપનો સાથ, એકલા હાથે ચૂંટણી લડશે
|
ગંગા માટે મહત્તમ સમય પસાર કરવા માંગું છું
ઉમા ભારતીએ પહેલી ટ્વીટમાં કહ્યું છે કે, જે મેં અગાઉ જાહેર કર્યું હતું, તેને જ ફરીથી જાહેર કરતા આમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતજીને પત્ર લખીને ચૂંટણી નહિ લડવા માટેની વિનંતી કરી છે, જેથી પાર્ટી સત્તાવાર રીતે આની ઘોષણા કરી દે. આ પછી તેણે બીજી ટ્વીટમાં કહ્યું કે મેં પહેલા પણ બધા મિત્રોને કહ્યું છે કે આગામી દોઢ વર્ષ સુધી , હું ગંગા માટે મહત્તમ સમય પસાર કરવા માંગુ છું.
|
પાર્ટી જે જવાબદારી આપશે, તેને પણ સંભાળીશ
ઉમા ભારતીએ બીજી ટ્વીટમાં કહ્યું હતું કે તેણી ચૂંટણી લડશે નહીં પરંતુ આ સમય દરમિયાન હું ભાજપના કહેવા મુજબ લોકસભાની ચૂંટણીમાં ભાગ લઈશ અને પાર્ટી જે જવાબદારી આપશે, તેને પણ સાંભળીશ. જણાવી દઈએ કે 2014 ની લોકસભા ચૂંટણીમાં ઉમા ભારતીએ ઉત્તર પ્રદેશની ઝાંસી બેઠક પરથી ચૂંટણી જીતી હતી. તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે, તેમની પાસે પીવાના પાણી અને સ્વચ્છતાના પોર્ટફોલિયો છે. તેમણે કહ્યું કે હું જીવનના અંતિમ શ્વાસ સુધી રાજકારણથી નિવૃત્ત થઈશ નહિ અને ગરીબ માણસના અધિકાર માટે મૃત્યુ સુધી રાજકારણ ચાલુ રાખીશ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રધાન ચોકીદાર છે, અમે બધા જ ભાજપના કાર્યકર્તા ચોકીદારોની ફોજમાં સામેલ છે. એટલા માટે હું જીવનના છેલ્લા ક્ષણ સુધી દેશ માટે મારી જવાબદારી પ્રતિ ચોક્કસ રહીશ.

ફાયર બ્રાન્ડ હિંદુત્વ નેતા
તમને જણાવી દઈએ કે ઉમા ભારતીને ફાયરબ્રાન્ડ હિંદુ નેતા તરીકે ઓળખવામાં આવે છે, ઉમા ભારતી મધ્યપ્રદેશની મુખ્યમંત્રી પણ રહી ચુકી છે, પરંતુ થોડા દિવસો માટે. ઉમા ભારતી બીજેપીના દિગ્ગ્જ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે રામ જન્મભૂમિ આંદોલનમાં પણ ખૂબ જ સક્રિય સભ્ય હતા. વર્ષ 2017 માં બાબરી મસ્જિદ વિધ્વંસના કેસમાં વિશેષ સીબીઆઈ અદાલતે ઉમા ભારતી અને અન્ય પર ફોજદારી ષડયંત્રનો આરોપ મૂક્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
