Ukraine crisis : યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે મોટા સમાચાર, ભારતીય વાયુ સેનાના વિમાનો જોડાશે?
ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2 હજાર લોકોને ઘરે લાવવામાં આવ્યા છે.
Ukraine crisis : ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2 હજાર લોકોને ઘરે લાવવામાં આવ્યા છે. હવે સત્તાવાર સૂત્રોને ટાંકીને, હિન્દુસ્તાન ટાઈમ્સે દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને ઓપરેશન ગંગા હેઠળ ખાલી કરાવવાના પ્રયાસોમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.
વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાને જણાવ્યું છે કે, તમે પણ તમારા એરક્રાફ્ટ C 17 દ્વારા વધુને વધુ લોકોને ભારત લાવવામાં મદદ કરો. IAFની ક્ષમતાઓનો લાભ લેવાથી એ સુનિશ્ચિત થશે કે, શક્ય તેટલા ઓછા સમયમાં વધુ લોકોને બહાર કાઢી શકાય. જોકે, ભારતીય વાયુસેના અથવા પીએમઓ દ્વારા હજૂ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઓપરેશન ગંગામાં શામેલ થઈ શકે છે ભારતીય વાયુસેના
ઓપરેશન ગંગાના ભાગરૂપે ભારતીય વાયુસેના આજથી અનેક C 17 એરક્રાફ્ટ તૈનાત કરે તેવી શક્યતા છે. જોકે, ભારતીય વાયુસેના અથવા પીએમઓ દ્વારા હજૂ સુધીતેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવાર સાંજે (28 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાનઆ નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર ચોવીસ કલાક કામ કરીરહી છે.

ભારતે યુક્રેનની રાજધાની કિવને વહેલી તકે છોડી દેવાની સલાહ આપી
જે દરમિયાન યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેમને તાત્કાલિક કિવ છોડવા જણાવ્યું છે. ભારતીયરાજદૂતે ઉપલબ્ધ ટ્રેનો અથવા અન્ય કોઈપણ માધ્યમ દ્વારા કિવને વહેલામાં વહેલી તકે છોડવા જણાવ્યું છે.
|
યુક્રેનમાંથી લોકોને યુદ્ધના ધોરણે પરત લાવી રહ્યું છે ભારત
ભારત ઓપરેશન ગંગા હેઠળ યુદ્ધના ધોરણે સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. યુક્રેનની આસપાસની સરહદોમાંથી સ્થળાંતર પ્રક્રિયામાં સંકલન અને ઝડપી બનાવવામાટે સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને મોકલ્યા છે. હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ વીકે સિંહ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યાછે.

ચીન, અમેરિકા જેવા દેશો કરતા લોકોને ઝડપથી પરત લાવી રહ્યું છે ભારત
હાલમાં, ભારત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ખાલી કરાવવાની કામગીરીનું નેતૃત્વ કરી રહ્યું છે. ચીન, યુએસ અને યુકે જેવા અન્ય દેશોએ કાં તો તેમના સ્થળાંતર મિશનને બંધ કરીદીધું છે અથવા તેમના નાગરિકોને સુરક્ષિત કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે, પરંતુ ઓપરેશન ગંગા પૂરજોશમાં છે. આ ઉપરાંત સરકાર યુક્રેનની વિનંતી પર કિવનેમાનવતાવાદી સહાય અને દવાઓનો પુરવઠો પણ મોકલી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
