Lok sabha election 2024: ઉદ્ધવ ઠાકરેએ આપી નીતિન ગાડકારીને ખુલ્લી ઓફર, મુંબઈથી દિલ્હી સુધી રાજકીય ભૂકંપ
Lok sabha election 2024: પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ભાજપ છોડીને મહા વિકાસ અઘાડી (MVA)માં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદ મુંબઈથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ મામલે NCP સાંસદ સુપ્રિયા સુલેનું નિવેદન પણ સામે આવ્યું છે.

ભાજપની યાદીમાં ગડકરીનું નામ નથી - ઉલ્લેખનીય છે કે, ભાજપે એક સપ્તાહ પહેલા લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં નીતિન ગડકરીનું નામ સામેલ ન હતું. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીને MVA માંથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી.
સુપ્રિયા સુલેએ શું કહ્યું? - સુપ્રિયા સુલેએ ઉદ્ધવ ઠાકરે દ્વારા નીતિન ગડકરીને આપેલી ઓફર પર ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે, નીતિન ગડકરી રાષ્ટ્રીય નેતા છે અને તેઓ મૂળ ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે, જે એક સંસ્કારી પક્ષ છે.
સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, હું સમજી શકતી નથી કે, હવે પાર્ટી (ભાજપ) ને શું થઈ ગયું છે. અમે સુષ્માજી (સ્વરાજ) અને અરુણજી (જેટલી) પાસેથી સંસદમાં કેવી રીતે બોલવું તે શીખ્યા છીએ.
ગડકરી લોકશાહીમાં માને છે - જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમની પાર્ટી એમવીએમાં નીતિન ગડકરીનું સ્વાગત કરશે? તેના પર તેમણે કહ્યું કે, તે એવા વ્યક્તિ છે, જે વિપક્ષી નેતાઓને પોતાના દુશ્મન નથી માનતા. તેઓ લોકશાહીમાં માને છે, અને તેથી જ તેમના માટે હંમેશા સન્માન રહેશે.
ગડકરીનું નામ પ્રથમ હશે - મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, મહારાષ્ટ્રના ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં નીતિન ગડકરીનું નામ પ્રથમ હશે. દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેની નીતિન ગડકરીને આપેલી ઓફરની ટીકા કરી હતી.
દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે, ગડકરી અમારા મુખ્ય નેતા છે. તેઓ નાગપુરથી ચૂંટણી લડે છે. જ્યારે (ભાજપના) ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી, ત્યારે મહાયુતિના સાથી પક્ષોમાં કોઈ ચર્ચા થઈ ન હતી. જ્યારે ચર્ચા થશે, ત્યારે ગડકરીનું નામ સૌથી પહેલા આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
