સેલ્ફી માટે સારો એંગલ શોધવાના ચક્કરમાં ગંગામાં ડૂબી ગઈ બે બહેનો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મોબાઈલથી સેલ્ફી લેવાના ચક્કરમાં મોટી દૂર્ઘટના બની ગઈ છે. અહીં ગંગામાં ન્હાતી વખતે સેલ્ફી લેવાના ચક્કરમાં બે પિતરાઈ બહેનો ગંગામાં ડૂબી ગઈ.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મોબાઈલથી સેલ્ફી લેવાના ચક્કરમાં મોટી દૂર્ઘટના બની ગઈ છે. અહીં ગંગામાં ન્હાતી વખતે સેલ્ફી લેવાના ચક્કરમાં બે પિતરાઈ બહેનો ગંગામાં ડૂબી ગઈ. બંનેની લાશો મેળવી લેવાઈ છે. ઘટના શહેરથી દૂર મેજા વિસ્તારના દેવહટા ઘાટ પર રવિવારે બની છે. બંને પિતરાઈ બહેનો હતી અને સવારે ગંગા સ્નાન માટે ગઈ હતી. પોલિસના જણાવ્યા અનુસાર સેલ્ફી લીધા બાદ મોબાઈલને ઘાટ પર મૂકીને બંને ફરીથી તે નદીમાં ગઈ હતી અને ફોટો પાડવા માટે સારો એંગલ શોધી રહી હતી. આ દરમિયાન તે ઉંડા પાણીમાં જતા રહ્યા અને તે કંઈ વિચારે તે પહેલા જ નદીના ઝડપી વહેણમાં ડૂબી ગઈ.

ગંગા ઘાટ પર ન્હાવા ગઈ હતી બંને બહેનો
પ્રયાગરાજ જિલ્લાના મેજા વિસ્તારમાં દેવહટા ગામની દૂર્ઘટના છે. અહીંના રહેવાસી રમેશચંદ્ર મિશ્રાની દીકરી સ્વપ્નિલ (21) અને તેની પિતરાઈ બહેન યશસ્વી (13) બંને ગામના છેડે સ્થિત ગંગા ઘાટ પર ન્હાવા ગઈ હતી અને ન્હાતી વખતે સેલ્ફી અને વીડિયો બનાવી રહ્યા હતા. માહિતી અનુસાર સ્વપ્નિ મોબાઈલ ઘાટ પર મૂકીને બહાર નીકળી ત્યારે જ યશસ્વી ફોટો પાડવા માટે સારો એંગલ લેવા માટે ઉંડા પાણીમાં જતી રહી અને ડૂબવા લાગી.

બહેનને બચાવવા માટે લગાવી છલાંગ
બહેનને ડૂબતી જોઈને સ્વપ્નિલે ગંગામાં છલાંગ લગાવી અને તેને બચાવવાની કોશિશ કરવા લાગી પરંતુ પાણીના ઝડપી વહેણની ચપેટમમાં આવવાથી તે પણ ડૂબી ગઈ. થોડે દૂર હાજર લોકોએ બૂમાબૂમ સાંભળી તો દોડ્યા પરંતુ મદદ મળતા પહેલા બંને ડૂબી ચૂક્યા હતા.

માત્ર મોબાઈલમાં દેખાઈ જીવતી બહેનો
ઘટનાની સૂચના પર પરિવારજનો તેમજ પોલિસ ઘટના સ્થળે પહોંત્યા તો ઘટના સ્થળ પર માત્ર મોબાઈલ મળ્યો. જેમાં થોડી મિનિટો પહેલા તેમના જીવતા સમયે બનાવેલો વીડિયો અને ફોટા હતા. જ્યારે તે બંને ઉંડા પાણીમાં ડૂબી ચૂકી હતી. પોલિસે ગોતાકોરોની મદદથી જાળ બિછાવીને તપાસ શરૂ કરી તો લગભગ એક કલાક બાદ બંનેની લાશ મળી આવી. ઘટના બાદ પરિવારજનોએ બંનેના ઘાટ પર જ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના અંતિમ સંસ્કાર કરી દીધા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
