બેગમાં કપાયેલી લાશ લઈને ફરી રહ્યા હતા બે મિત્રો, થયો ખુલાસો

ઉત્તરપ્રદેશ મથુરામાં પોતાના મિત્રની લાશ સૂટકેસમાં મૂકીને ફરી રહેલા બે મિત્રોની વૃંદાવન પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઉત્તરપ્રદેશ મથુરામાં પોતાના મિત્રની લાશ સૂટકેસમાં મૂકીને ફરી રહેલા બે મિત્રોની વૃંદાવન પોલીસે ધરપકડ કરી લીધી છે. બંને મિત્રો નોઈડામાં હત્યા કરીને લાશને ઠેકાણે લગાવવા માટે વૃંદાવન આવ્યા હતા. સૂટકેસમાં લોહીના ડાઘા પહેલા જોઈને તેમના પર શંકા ગયી અને તેમને પકડી લેવામાં આવ્યા. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

વૃંદાવન માં લાશ ઠેકાણે લગાવવા માટે આવ્યા હતા

વૃંદાવન માં લાશ ઠેકાણે લગાવવા માટે આવ્યા હતા

આખો મામલો વૃંદાવન ચોકી વિસ્તારના રમણરેતી પોલીસ ચોકીનો છે. સોમવારે સાંજે લગભગ સાઢા પાંચ વાગ્યે ઇસ્કોન મંદિર પાછળ એમવીટી ગેસ્ટ હાઉસ ગલીમાં બે યુવક ઈ રિક્ષામાં એક મોટું સૂટકેસ લઈને જઈ રહ્યા હતા. તેના પર લોહીના ડાઘ જોઈને કોઈએ પોલીસને જાણકારી આપી દીધી. પોલીસે બંને યુવકને રોક્યા અને તલાશી લેવા માટે કહ્યું ત્યારે બંને યુવક ગભરાઈ ગયા. સૂટકેસ ખોલીને જોયું તો તેમાં કપાયેલી લાશ હતી, તેને જોઈને પોલીસ પણ હેરાન થઇ ગયા. બંને યુવકે હત્યા કર્યાનું કબૂલ કરી લીધું છે. બંને યુવક ગાઝીયાબાદના છે. જેમનું નામ વિકાસ અને પૌરુષ જણાવવામાં આવી રહ્યું છે. મૃતક નું નામ દીપાંશુ છે, જેની ઉમર 23 વર્ષ જણાવવામાં આવી રહી છે.

ઝગડા પછી હત્યા કરી

ઝગડા પછી હત્યા કરી

દીપાંશુ સંબંધમાં વિકાસના મામાનો દીકરો હતો. વિકાસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બંને નોઈડાના એક્સ્ટેંશન સીટી પાસે આવેલા ફ્લેટમાં રહેતા હતા. શનિવારે રાત્રે લગભગ ઈ9 વાગ્યે દારૂના નશામાં દીપાંશુ ફ્લેટ પર આવ્યો અને હંગામો કરવા લાગ્યો. પૌરુષે દીપાંશુને સમજાવીને રાત્રે 11 વાગ્યે સુવડાવી દીધો. પૌરુષે જણાવ્યું કે બીજા દિવસે એટલે કે રવિવારે તે રોજના સમયે ઓફિસ જવા માટે નીકળી ગયો હતો અને જયારે રાત્રે તે ઘરે પાછો આવ્યો ત્યારે બધો જ સામાન વિખરાયેલો પડ્યો હતો. દારૂના નશામાં દીપાંશુ હંગામો કરી રહ્યો હતો. આ દરમિયાન દીપાંશુએ ચપ્પુ ઘ્વારા વિકાસ પર હુમલો કર્યો.

પોલીસે ધરપકડ કરી

પોલીસે ધરપકડ કરી

બંનેએ જીવ બચાવવા માટે તેને સંભાળવાની કોશિશ કરી. આ મથામણ માં દીપાંશુની ગળું દબવાથી મૌત થઇ ગયી. ત્યારપછી બંનેએ લાશ ઠેકાણે લગાવવા માટે યોજના બનાવી. તેમને લાશના ટુકડા કરીને તેને સૂટકેસમાં રાખીને સોમવારે સવારે કેબથી વૃંદાવન આવવા માટે નીકળી ગયા. લાશને ઠેકાણે લગાવવા માટે તેઓ અંધારું થવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ તેઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા. પોલીસે લાશને કબ્જા માં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X