Meghalaya Assembly Election 2023 : બે સિલિન્ડ, દીકરીને 50 હજાર અને મફત શિક્ષણ, જાણો ભાજપનો ચૂંટણી ઢંઢેરો
Meghalaya Assembly Election 2023 : મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે છોકરીઓને તેમના જન્મ પર 50,000 રૂપિયાના બોન્ડ આપવાની જાહેરાત કરી હતી.
Meghalaya Assembly Election 2023 : મેઘાલય વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા બુધવારના રોજ ઇલેક્શન મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું.

જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, મેઘાલય માટે મેનિફેસ્ટો રજૂ કરતાં મને આનંદ થાય છે. મેઘાલય સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ રાજ્ય છે. રાજ્યમાં સમૃદ્ધિનો ઘણો અવકાશ છે અને અમે ભાજપના નેતૃત્વમાં તેને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.
જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે વિકાસ માટે પૂર્વોત્તર રાજ્યો વચ્ચે સ્પર્ધા છે અને મેઘાલય પણ તેનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર રાજ્યના વિકાસમાં અવરોધરૂપ બની રહ્યો છે.
'મેગા મેઘાલય' માટે આકાંક્ષા
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, ઝડપ, સ્કેલ અને કૌશલ્ય એ ત્રણ પાસાઓ છે, જેને સારી રીતે મેનેજ કરવા જોઈએ. અમારે રાજ્ય માટે મોટું સ્વપ્ન જોવાનું છે - અમે 'મેડ'ની ઇચ્છા રાખીએ છીએ. આપણને મજબૂત મેઘાલયની જરૂર છે, જે મજબૂત ભાજપથી જ શક્ય છે.
7મું પગારપંચ લાગુ કરશે
જેપી નડ્ડાએ પણ આ સમયગાળા દરમિયાન લોકપ્રિય વચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે મેઘાલયમાં 7મું પગાર પંચ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અમે ખેડૂતોના લાભ માટે પીએમ-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક નાણાકીય સહાયને વધારીને રૂપિયા 2,000 કરીશું.
છોકરીના જન્મ પર 50 હજાર રૂપિયા
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, કન્યા માટે એક યોજના શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત છોકરીના જન્મ પર 50,000 રૂપિયાના બોન્ડ આપવામાં આવશે. તેમને કેજીથી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે.
બે મફત ગેસ સિલિન્ડરની જાહેરાત
આ ઉપરાંત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વાર્ષિક 2 મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત જાહેરનામામાં કરવામાં આવી છે.
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, યુવા સશક્તિકરણ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના કરવામાં આવશે અને રોજગારીની તકો વધારવા માટે અનેક ઔદ્યોગિક એકમોની સ્થાપના કરવામાં આવશે.
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાર્ષિક નાણાકીય સહાય આપવાની યોજના શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત ભૂમિહીન ખેડૂતોને 3,000 રૂપિયા અને માછીમારોને 6,000 રૂપિયાની વાર્ષિક આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
