YSR કોંગ્રેસ ચીફની બહેનનું નામ ‘બાહુબલી' પ્રભાસ સાથે જોડવાના કેસમાં બેની ધરપકડ
YSR કોંગ્રેસના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલાનું નામ સોશિયલ મીડિયા પર એક ફિલ્મ અભિનેતા સાથે જોડાવા અને અશ્લીલતા ફેલાવાના આરોપમાં પોલિસે બેની ધરપકડ કરી છે.
યુવાજના શ્રામિકા રૈતુ કોંગ્રેસ પાર્ટી (YSR કોંગ્રેસ)ના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલાનું નામ સોશિયલ મીડિયા પર એક ફિલ્મ અભિનેતા સાથે જોડાવા અને અશ્લીલતા ફેલાવાના આરોપમાં પોલિસે બે લોકોની ધરપકડ કરી છે. રવિવારે પોલિસે ખુદ આ અંગે જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વાયએસ શર્મિલાએ ગઈ 14 જાન્યુઆરીએ હૈદરાબાદ પોલિસ કમિશ્નરને ફરિયાદ કરી હતી અને એ લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમણે તેમના વિશે વાંધાજનક વસ્તુઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તેલુગુ દેશમ પાર્ટીનો હાથ
તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે આવુ કરવા પાછળ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) નો હાથ છે. પોલિસે આ અંગે અજ્ઞાત લોકો સામે આઈટી એક્ટ અને આઈપીસીની કલમોમાં કેસ નોંધીને તપાસ કરી રહી હતી. અધિક ડેપ્યુટી પોલિસ કમિશ્નર (સાઈબર ગુના) ના સી એસ રઘુવીરે જણાવ્યુ કે ગુંટુરના રહેવાસી એક એમસીએ છાત્રની શનિવારે ધરપકડ કરવામાં આવી અને તેલંગાનાના મંચિરયલ જિલ્લાના એક અન્ય યુવકની રવિવારે ધરપકડ કરવામાં આવી. તેમણે જણાવ્યુ કે પોલિસને અન્ય લોકોની પણ આમાં શામેલ થવાની શંકા છે. આ સિલસિલામાં વધુ ધરપકડ પણ સંભવ છે.

રાજકીય લાભ માટે તેમને બદનામ કરવાનો પ્રયાસ
શર્મિલાના આરોપની નિંદા કરતા આંધ્ર પ્રદેશના મહિલા વિકાસ મંત્રી પારીતાલા સુનીતાએ કહ્યુ કે સોશિયલ મીડિયા પર પોસ્ટથી ટીડીપીને કોઈ લેવાદેવા નથી. સુનીતાએ એક નિવેદનમાં કહ્યુ કે માત્ર શર્મિલા જ નહિ પરંતુ કોઈ પણ મહિલા સામે અપમાનજનક પોસ્ટની ટીડીપી નિંદા કરે છે. શર્મિલાએ પત્રકારો સાથે વાત કરતા અભિનેતા સાથે પોતાનું નામ જોડવાને નિહિત સ્વાર્થ ખાતર ‘ફર્જી પ્રોપાગાન્ડા' ગણાવ્યુ. તેમણે કહ્યુ કે સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય લાભ માટે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રભાસ સાથે જોડવામાં આવ્યુ છે નામ
શર્મિલાનું નામ સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી' ના અભિનેતા પ્રભાસ સાથે જોડવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયા પર શર્મિલા અને પ્રભાસ વિશે વિવિધ પ્રકારની વાતો કહેવામાં અને લખવામાં આવી રહી છે. અમુક લોકોએ બંનેના સંબંધો હોવાની પણ વાત કહી છે. શર્મિલાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ છે કે તેમનો પ્રભાસ સાથે કોઈ સંબંધ નથી. શર્મિલાના જણાવ્યા મુજબ પ્રભાસને મળવાનું તો દૂરની વાત છે તેમણે ક્યારેય તેમની સાથે વાત પણ નથી કરી.
આ પણ વાંચોઃ મમતા સરકાર સામે CBIની અરજી પર SC: 'પુરાવા લાવો અમે કાર્યવાહી કરીશુ'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
