ટીવી ઉદ્યોગને વધુ એક ફટકો, સ્યુસાઇડ નોટ લખીને આ અભિનેત્રીએ કરી આત્મહત્યા
કન્નડ ટીવી સિરિયલની અભિનેત્રી સોજન્યાએ બેંગ્લોર નજીક એક એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી છે. અભિનેત્રી ગુરૂવાર સવારના રોજ પંખા સાથે લટકતી મળી આવી હતી. અભિનેત્રી કોડગુ જિલ્લાના કુશાલનગરની રહેવાસી હતી.
નવી દિલ્હી : કન્નડ ટીવી સિરિયલની અભિનેત્રી સોજન્યાએ બેંગ્લોર નજીક એક એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી છે. અભિનેત્રી ગુરૂવાર સવારના રોજ પંખા સાથે લટકતી મળી આવી હતી.

અભિનેત્રી કોડગુ જિલ્લાના કુશાલનગરની રહેવાસી હતી. તેમણે ઘણી સિરિયલો અને કેટલીક કન્નડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પોલીસે તેના પગ પર બનાવેલા ટેટૂ દ્વારા તેની ઓળખ કરી હતી. હાલ તપાસ ચાલી રહી છે. તેના રૂમમાંથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી.

ચાર પાનાની સ્યૂસાઇડ નોટ મળી
પોલીસને તેના ઘરમાંથી અંગ્રેજી અને કન્નડમાં લખેલી ચાર પાનાની સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં જાણવા મળ્યું છે કે, અભિનેત્રીએ આ પગલા માટે કોઈને દોષ આપ્યો નથી. ચિઠ્ઠીમાં જણાવાયું હતું કે, તેની કથળતી તબિયત અને ઉદ્યોગના વર્તમાન વાતાવરણને કારણે તે છેલ્લા ઘણા દિવસોથી પરેશાન હતી. પરિસ્થિતિને જોતા તેમની પાસે આ ખતરનાક પગલું ભરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સ્યૂસાઇડ નોટ પર ત્રણ તારીખ
સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે, આ પગલા માટે તે પોતાને જવાબદાર માને છે. સોજાન્યાએ આ પગલું ભરવા બદલ તેના માતા-પિતાની માફી માંગી છે. આ સાથે તેણીએ કહ્યું કે, તે ડિપ્રેશનને કારણે આ પગલું ભરી રહી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, તે ડિપ્રેશનનો શિકાર કેમ બની? મૃત્યુની નોંધ પર ત્રણ તારીખ લખી છે - 27, 28 અને 30 સપ્ટેમ્બર. પોલીસનું માનવું છે કે, સૌમ્યાએ ત્રણ દિવસ પહેલા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
