Tripura CM Manik Saha : માણિક સાહા પર ભાજપે ખેલ્યો દાવ, બનશે ત્રિપુરાના મુખ્યમંત્રી
Tripura CM Manik Saha: ત્રિપુરામાં ભાજપે ફરી માણિક સાહા પર દાવ લગાવ્યો છે. મણિક સાહાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

Tripura CM Manik Saha : ભારતીય જનતા પાર્ટી માટે ત્રિપુરામાં પણ સરકાર રચવાનો માર્ગ મોકળો થઈ ગયો છે, જ્યાં હાઈકમાન્ડની સૂચના પર માણિક સાહાને ફરીથી મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સોમવારના રોજ મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મણિક સાહાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ 8મી માર્ચના રોજ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે.
તેમના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 2 માર્ચના રોજ રાજ્યના પરિણામો જાહેર કર્યા હતા. રાજ્યમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે, જેમાંથી ભાજપ ગઠબંધનને 32 બેઠકો મળી છે. ત્યારથી મુખ્યમંત્રી પદ માટે અનેક નેતાઓના નામની ચર્ચા થઈ રહી હતી.
રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ મુદ્દે અનેક વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. જે બાદ માણિક સાહાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ સોમવારના રોજ ધારાસભ્ય દળની બેઠકમાં તેમનું નામ આગળ કરવામાં આવ્યું હતું, જેના પર તમામ ધારાસભ્યો સહમત થયા હતા.
મણિક સાહાની જીવનસફર
માણિક સાહાનો જન્મ 8 જાન્યુઆરી, 1953ના રોજ થયો હતો. પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ, તેમણે પટના સ્થિત ડેન્ટલ કોલેજમાંથી BDS ડિગ્રી મેળવી. જે બાદ તેમણે લખનઉ મેડિકલ કોલેજમાંથી MDS કર્યું હતું. બાદમાં તેમણે ત્રિપુરા મેડિકલ કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું હતું, જે બાદ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા.
આ અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા, પરંતુ 2016માં ભાજપમાં જોડાયા હતા. આ પછી પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. વર્ષ 2022 માં બિપ્લવ દેબે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમને મુખ્યમંત્રીની ખુરશી મળી હતી. હવે પાર્ટીએ ફરી તેમના પર દાવ લગાવ્યો છે.
જાણો રાજકીય સમીકરણ
અત્રે નોંધનીય બાબત છે કે, ત્રિપુરામાં 60 સીટો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 32 સીટો પર બીજેપી ગઠબંધનનો વિજય થયો હતો. જોકે આ ગત ચૂંટણી કરતાં 4 બેઠકો ઓછી છે. આ વખતે ટિપરો મોથા પાર્ટી (ટીએમપી) એ પણ સારું પ્રદર્શન કર્યું અને 13 બેઠકો મેળવી છે. જ્યારે CPMના 11, કોંગ્રેસના ત્રણ, IPFTના એક ઉમેદવારનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં CPI, TMC, CPI (ML) જેવા પક્ષો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
