Triple Talaq Bill: બુધવારે રાજ્યસભામાં રજૂ થશે બિલ, જાણો કેમ?
રાજ્યસભમાં રજૂ થશે ત્રણ તલાક વિરુદ્ધનું બિલ
મંગળવારે રાજ્યસભામાં ત્રણ તલાકને અપરાધ તરીકે ઠરાવતું બિલ રજૂ કરવામાં આવનાર હતું, પરંતુ હવે આ બિલ બુધવારે રજૂ થશે. આ બિલને લોકસભામાં મંજૂરી મળી ચૂકી છે, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આ બિલ સદનમાં રજૂ કરશે. આ અંગે વાત કરતાં કેન્દ્રિય મંત્રી અનંત કુમારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે, ત્રણ તલાક ગેરકાયદેસર છે. લોકસભામાં આ બિલ પાસ થઇ ગયું છે અને હું આશા રાખું છું કે, રાજ્યસભામાં પણ આ બિલ ટૂંક સમયમાં પાસ થશે. આ મામલે સૌની નજર કોંગ્રેસ પર ટકેલી છે. લેફ્ટ પાર્ટી છેલ્લા કેટલાક સમયથી આ મામલે કોંગ્રેસ સાથે વાતચીતમાં લાગેલી છે. તેમની માંગ છે કે, આ બિલને સેલેક્ટ કમિટી મોકલવામાં આવે. એવામાં સેક્યુલર મોરચા તરફથી આ મામલાને લઇને કોંગ્રેસ પર દબાણ વધી રહ્યું છે.

ત્રણ તલાક વિરોધી બિલ 'ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઇન મેરેજ એક્ટ' ગુરૂવારે લોકસભામાં વિના સંશોધન પાસ થયુંં હતું. રાજ્યસભામાં પણ કોંગ્રેસ, ભાજપનો સાથ આપે એ સંભવ નથી. રાજ્યસભામાં ભાજપ પાસે પૂરા નંબર નથી, આ માટે બિલ પર જોખમ છે. આરજેડીથી લઇને બીજેડી આ બિલની વિરુદ્ધમાં છે, તો કોંગ્રેસ અને ડીએમકે સહિત શિવસેના આમાં સંશોધન ઇચ્છે છે.
3 વર્ષની સજા સામે વિરોધ
ત્રણ તલાક વિરુદ્ધનું બિલ લોકસભામાં પાસ થતાં જ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે કડક પ્રતિક્રિયા આપી હતી, તેમણે આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કહી હતી. આ કાયદાની કેટલીક બાબતો સામે તેમનો ઉગ્ર વિરોધ છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું કહેવું છે કે, પર્સનલ લો બોર્ડના લીગલ સેલના કન્વીનર યૂસુફ હાતિમ મુછાલાના નેતૃત્વમાં લીગલ એક્સપર્ટ્સની ટીમે આ કાયદાની સમીક્ષા કરી છે, જે પછી તેમણે જણાવ્યું હતું કે, આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. ત્રણ વર્ષની સજા સામે બોર્ડનો ઉગ્ર વિરોધ છે. આ પહેલાં લો બોર્ડના અધ્યક્ષ મૌલાબા રાબે હસન નદવીએ પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, આ કાયદો બનાવતા પહેલાં પર્સનલ લો બોર્ડ અને મહિલા સંગઠનોની સલાહ પણ લેવાવી જોઇતી હતી. આ બિલ અનુસાર પતિને 3 વર્ષની સજા થતાં પત્નીને વળતર નહીં મળી શકે. આ મહિલા વિરોધી છે. તેમણે આ બિલ બનાવતા પહેલાં ઓછામાં ઓછું એકવાર અમારી સાથે તો વાત કરવી જોઇતી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
