Trending News : મારે પત્નીની જરૂર છે, વ્યવસ્થા કરી આપો, યુવકે મામલતદારને કરી અરજી
Trending News : રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકે મામલતદારને એક અરજી કરી છે.
જેમાં યુવકે લખ્યું હતું કે, ઘરની પ્રતિકુળ પરિસ્થિતિઓનું કારણ આપતા પત્નીની જરૂરિયાત જણાવી છે. આ માટે યુવકે મામલતદારને અરજી કરી છે.

આ યુવકે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તેની ઘરની પ્રતિકૂળ પરિસ્થિતિ છે, તે સિંગલ છે અને ઘરના કામકાજ કરી શકતો નથી, તેથી તેને પત્નીની જરૂર છે.
યુવકે પોતાના પત્રમાં એમ પણ લખ્યું છે કે, તેને તેની પત્નીમાં કયો ગુણ જોઈએ છે? તેણે લખ્યું છે કે, પત્ની ગોરી હોવી જોઈએ, 30 થી 40 વર્ષની હોવી જોઈએ અને ઘરના તમામ કાર્યોમાં કુશળ હોવી જોઈએ.
આ અરજી 3જી જૂનના રોજ ગંગડવાડી ગામમાં મોંઘવારી રાહત શિબિર દરમિયાન આંગણવાડીમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં યુવકે પોતાનું દર્દ કહ્યા બાદ તેની પત્ની મેળવવાની માંગણી કરી હતી.
આ સમગ્ર મામલામાં મજાની વાત એ નથી કે યુવકે આવી વિચિત્ર માંગ કરી હતી. નવાઈની વાત તો એ છે કે, જ્યારે આ અરજી મામલતદાર સુધી પહોંચી ત્યારે મામલતદારે પણ અરજીને માર્ક કરી હતી અને પટવારીને તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આ અરજી ફોરવર્ડ કરીને પટવારી સુધી પહોંચી, ત્યારે પટવારીએ પણ આ મામલે પંચાયત કક્ષાએ ટીમ બનાવવાની સલાહ આપી હતી.
પટવારીએ તહસીલદારને અરજી લખી અને અહેવાલ આપ્યો કે, આ કેસમાં ગ્રામ પંચાયત સ્તરે એક ટીમની રચના કરવી જોઈએ. ટીમમાં ગ્રામ પંચાયત સેક્રેટરી, પટવારી, સરપંચ ગંગડવાડીની સંયુક્ત ટીમ બનાવવી જોઈએ, જેથી પત્ની સમયસર ઉપલબ્ધ થઈ શકે.
દૌસા જિલ્લામાંથી આવેલા આ વિચિત્ર મામલામાં દરેક વ્યક્તિ સ્તબ્ધ છે અને યુવકની માંગ પર હસવાનું રોકી શકતું નથી, પરંતુ ગંભીર બાબત એ છે કે, મામલતદારે યુવાનો વતી અરજી પટવારીને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપી ગંભીર બેદરકારી દાખવી છે.












Click it and Unblock the Notifications
