વૈષ્ણો દેવી ટ્રેનને સુરક્ષા મંજુરી મળી, રેલવે બજેટ પહેલા શરૂ થશે
નવી દિલ્હી, 25 જૂન : વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને માટે આનંદના સમાચાર છે. રેલવે મંત્રાલયને આખરે રેલવે સુરક્ષા પંચ પાસેથી કટરા સુધી ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ટ્રેન સેવા રેલવે બજેટ પહેલા શરૂ કરી દેવામાં આવશે.
માતા વૈષ્ણોદેવીના દર્શન માટે દર વર્ષે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ ભક્તોને માતાના આશીર્વાદરૂપ સીધી ટ્રેન સેવા મળી ગઇ છે. રેલવે બજેટ 2014-15થી પહેલા આ સુચિત રેલવે સેવાની શરૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે.
આ માટે ઉધમપુર-કટરાના 25 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ઉદઘાટન આ મહિને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે પ્રધાન સંદાનંદ ગૌડા દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. રેલવે સુરક્ષા પંચ દ્વારા તમામ પાસામાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી બાદ હવે મંજૂરી આપી દેવામાં આવી છે.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે રેલવે સુરક્ષા પંચે કેટલાક તાકીદના પગલાં લીધા હતા. આ તમામ પ્રશ્નોને દુર કરી લેવામાં આવ્યા બાદ હવે આ લાઇનને જરૂરી મંજૂરી મળી ગઇ છે. કટરા લાઇન કઇ તારીખે ખુલશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પરંતુ ટુંક સમયમાં આની જાહેરાત કરવામાં આવશે તેવું માનવામાં આવે છે.
રેલવે વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે આ લાઇનના શુભારંભની તૈયારી શરૂ થઇ ચુકી છે. મોદી સરકારનું પ્રથમ રેલવે બજેટ 8 જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઉધમપુર-કટરા રૂટ પર પરિક્ષણરૂપે ટ્રેન દોડાવવામાં આવી ચુકી છે. જમ્મુ-ઉધમપુર વચ્ચે 53 કિલોમીટરની રેલ લાઇન પહેલા ચાલુ છે.
ઉધમપુર-કટરા લાઇન શરૂ કરવામાં આવ્યા બાદ ટ્રેન સીધી રીતે કટરા સુધી જશે. રેલવે મંત્રાલય દ્વારા જમ્મુ મેલ અને સંપર્ક ક્રાન્તિને કટરા સુધી લઇ જવાની વિચારણા કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
