2 July: ચાલતી ટ્રેનમાં લૂંટ, 300 યાત્રીયો લૂંટાયા!
નવી દિલ્હી, 2 જુલાઇ: રાંચીથી પટના જનારી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં ગયા-કોડરમા રેલખંડના ગુરપા સ્ટેશન નજીક યાત્રીઓ પર લૂંટફાટ કરવામાં આવી. લગભગ 25થી 30 હથિયારબંધ લોકોએ કોડરમા સ્ટેશનથી એસી કોચ સી/2માં ચઢ્યા હતા અને ગુરપા સ્ટેશન પહોંચતા પહેલા લૂંટ-પાટ કરીને ટ્રેનને રોકીને ઉતરી ગયા. આ કોચમાં લગભગ 300 મુસાફરો સવાર હતા. લૂંટારાઓએ તમામ મુસાફરોની પાસે રહેલા સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી.
યાત્રીઓએ જણાવ્યું કે લૂંટારૂઓ લગભગ 45 મિનિટ સુધી લૂંટ-પાટ કરતા રહ્યા આરામથી ચેન પુલિંગ કરીને ટ્રેનને રોકીને ભાગી ગયા. લૂંટારુઓએ લગભગ તમામ મુસાફરોને લૂંટી લીધા છે, આ લૂંટ લગભગ લાખોમાં થઇ હોવાનું મનાય છે. લૂંટ દરમિયાન લૂંટારૂઓ પોતાને માઓવાદી બતાવી રહ્યા હતા. મુસાફરોના જણાવ્યા અનુસાર ટ્રેનમાં સ્કાર્ટ પાર્ટી ન્હોતી. પીડિત મુસાફરોએ ગયા જંકશન પહોંચીને જીઆરપીમાં કેસ નોંધાવ્યો છે.
આજના અન્ય સમાચાર પર નજર કરીએ તો સુનંદા પુષ્કરના રહસ્યમય મોત પર ડોક્ટરોએ એવો ખુલાસો કર્યો છે કે તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટને બદલવા માટે તેમની પર પ્રેસર લાદવામાં આવ્યું હતું.
આજના વધુ સમાચાર વાંચવા માટે આ સમચારને રિફ્રેસ કરતા રહો...

પુષ્કરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવાનું હતું દબાણ: ડો. ગુપ્તા
પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મૃત્યુના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એઇમ્સના ફોરેંસિક ડિપાર્ટમેન્ટના હેડે આ કેસમાં આ પ્રકારનો દાવો કરીને સનસની ફેલાવી દીધી છે. ફોરેંસિક હેડનું કહેવું છે કે તેમની ઉપર સુનંદા પુષ્કરની મોતના મામલામાં ખોટો રિપોર્ટ બનાવવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

સેંસેક્સ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચ્યો
સેંસેક્સ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયો છે. મજબૂત આંતરરાષ્ટ્રીય સંકેતોના પગલે સેંસેક્સ 25,735ના આંકને પાર કરી ગયો છે. જ્યારે નિફ્ટિ પણ 7700 સુધી પહોંચ્યું છે.

નાણા મંત્રીનું આશ્વાસન
નાણામંત્રી અરૂણ જેટલીએ એવું આશ્વાસન આપ્યું છે કે અર્થવ્યવસ્થાને ઉચ્ચ વૃદ્ધિના માર્ગ પર લઇ જવા માટે સરકાર કડક નિર્ણય લેશે.
|
મોઘવારીના વિરોધમાં પ્રદર્શન
અલ્હાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોંઘવારીના વિરોધમાં ટ્રેન રોકીને પ્રદર્શન કર્યું હતું.

નાઇગરા ફોલ્સ
વિશ્વના સૌથી જાણીતા નાઇગરા ફોલ પર આ પ્રકારનું સુંદર રેઇનબો સર્જાયો હતો.

મુંબઇમાં વરસાદ
મુંબઇમાં વરસાદનું વિધિવત આગમન થઇ ગયું.

અલ્હાબાદમાં કોંગ્રેસનો વિરોધ
અલ્હાબાદમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ગેસના ભાવમાં વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નેઇરોબી
નૈરોબીના કેન્યાત્તા ઇન્ટરનેશન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ એક વિમાન ક્રેશ થઇ ગયું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
