રેલભાડાંમાં 25મીથી વધારો; મુંબઇમાં 80 કિલોમીટર સુધી ભાડા વધારો લાગુ નહીં
નવી દિલ્હી, 24 જૂન : ભારતના રેલવે મંત્રાલયે રેલવેના ભાડામાં વધારો પાછો ખેંચવાની દરખાસ્ત નકારી કાઢતા 25 જૂન, 2014 એટલે કે બુધવારથી ટ્રેનના ભાડામાં વધારો અમલી બનાવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જો કે મુંબઇમાં ભાજપ અને શિવસેનાના વિરોધ બાદ લોકલ ટ્રેન્સમાં સેકન્ડ ક્લાસમાં 80 કિલોમીટર સુધી કોઇ ભાવ વધારો થશે નહીં તેવી રાહત જાહેર કરી છે.
રેલવે મંત્રાલયે મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો કરવાની સાથે આવતી કાલથી અમલમાં આવે એ રીતે તમામ ચીજવસ્તુઓની હેરફેર માટેના ભાડાં, નૂરનાં દરમાં 6.5 ટકાનો વધારો પણ કર્યો છે.
નાણાકીય કટોકટીમાં ફસાયેલી ભારતીય રેલવેએ ગઈ 20 જૂને ભાડાંવધારાની જાહેરાત કરી હતી. આનાથી રેલવેને 8000 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.

બેઝિક ભાડાંમાંનો આ વધારો 25 જૂને કે ત્યારબાદ શરૂ થનાર ટ્રેન સફર માટે એડવાન્સમાં ઈસ્યૂ કરાયેલી ટિકિટો ઉપર પણ લાગુ થશે. જેમણે જૂના દરે ટિકિટો ખરીદી હશે તેમણે બુકિંગ ઓફિસો પર અથવા ટ્રેનની અંદર ટિકિટ ચેકરને રકમનો તફાવત ચૂકવવો પડશે.
નોંધનીય છે કે આ પહેલા મુંબઈમાં લોકલ ટ્રેનોમાં ભાડાંવધારાના મામલે મહારાષ્ટ્રના ભાજપ અને શિવસેનાના સંસદસભ્યો તેમજ કોંગ્રેસના સાંસદો આજે રેલવે પ્રધાન સદાનંદ ગૌડાને મળ્યા હતા અને ભાડાંવધારો પાછો ખેંચવા તેમની પર દબાણ કર્યું હતું. તે સમયે નરેન્દ્ર મોદીની સરકારે આ ભાડાંવધારો પાછો ખેંચવાની શક્યતાને નકારી કાઢી હતી. જો કે ત્યાર બાદ મંત્રાલયે લોકોનો રોષ જોતા રાહત કરી આપી હતી.
આ બાબતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ નાણા મંત્રી અરૂણ જેટલી સાથે ફોન પર વાત કરી હતી. રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ રાહત આપવાની ખાતરી આપી હતી.
હવે મુંબઇમાં સેકન્ડ ક્લાસમાં 10 ટકા અને ફર્સ્ટ ક્લાસની સીઝન ટીકિટમાં 14.2 ટકાનો વધારો થશે.
નોંધનીય છે કે મુંબઈની લોકલ ટ્રેનો બે કરોડ જેટલા લોકો માટે જીવાદોરી સમાન છે. પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈનો પર દરરોજ લગભગ 80 લાખ લોકો મુસાફરી કરે છે.
નવા ભાડાં વધારા બાદ મુંબઈમાં લોકલ ટ્રેન માટે સેકન્ડ ક્લાસના માસિક પાસનું ભાડું જે હાલ 85 રૂપિયા છે તે વધીને 150 રૂપિયા થશે, જ્યારે રૂપિયા 190નું ભાડું વધીને રૂપિયા 480 થશે. એવી જ રીતે, ફર્સ્ટ ક્લાસ માટે માસિક પાસનું ભાડું રૂપિયા 795થી વધીને રૂપિયા 1930 થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
