ડ્રગ્સની લત અંગે મોદીના મનની વાત : ટોચના 15 મુદ્દાઓ
નવી દિલ્હી, 14 ડિસેમ્બર : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણી પરના રેડિયો પ્રસારણ મારફત દેશની જનતા સાથે 'મન કી બાત' કરી હતી. આજે તેમણે ડ્રગ્સની નશાખોરીનો મુદ્દે વાત કરી હતી.
પોતાની વાતમાં તેમણે કેફી દ્રવ્યોના સેવન અને તેને લીધે દેશના યુવાધનને પહોંચતી હાનિનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ બાળક ખરાબ નથી હોતો. નશાની આદતને ખરાબ ગણાવીને વ્યક્તિને તેનાથી દૂર રાખવાના માર્ગ શોધવા અંગે જણાવ્યું હતું.
'મન કી બાત'માં મોદીએ કરેલી વાતચીતના મુખ્ય 15 મુદ્દાઓ જાણવા આગળ ક્લિક કરો...

1
1. નશાની લત ખરાબ છે, બાળક ખરાબ નથી. આદતને ખરાબ માનો અને બાળકને તેનાથી દૂર રાખવાના માર્ગો શોધી કાઢો.
2. નશો એક સાઈકો-સોશિયો-મેડિકલ સમસ્યા છે. આ દિશામાં સરકાર, સમાજ અને ન્યાયતંત્ર, એમ બધાએ સાથે મળીને કામ કરવું પડશે.

2
3. નશો અંધારી ગલીમાં લઈ જાય છે અને વિનાશના વળાંક પર લાવીને મૂકી દે છે. નશો તેને બરબાદી સુધી પહોંચાડી દે છે.
4. ડ્રગ્સનો નશો ત્રણ ખરાબ બાબતવાળો છે - Darkness, Destruction and Devastation

3
5. હું નશામાં ડૂબી ગયેલા યુવાનોને પૂછવા માગું છું કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે પૈસાથી તમે ડ્રગ્સ ખરીદો છો એ પૈસો ક્યાં જાય છે?
6. ડ્રગ્સનો પૈસો આતંકવાદીઓ અને માફિયાઓ પાસે જાય છે, જેઓ બાદમાં શસ્ત્રો ખરીદીને દેશના સુરક્ષા જવાનની છાતીમાં ગોળીઓ મારે છે.

4
7. નશાખોરીના દૂષણને ડામવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. મેં પોલીસતંત્રને આ દિશામાં કામ કરવા કહ્યું છે. મેં આ માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન પણ શરૂ કરવા કહ્યું છે.
8. જેના જીવનમાં કોઇ ઉદ્દેશ્ય નથી હોતો, ત્યાં ડ્રગ્સનો પ્રવેશ થાય છે. બાળકોને સપના જોતા શીખવાડો અને તેમના ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.

5
9. સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે જીવનમાં ઉદ્દેશ્યને ઉતારો, બાકી બધુ છોડી દો, બધુ જ સારું થશે.
10 આપના મિત્રોને નશો કરવાની ના પાડવાની હિંમ્મત રાખો. તેમને ખોટું કરી રહ્યા છો તેવું કહેવાની હિંમત રાખો.

6
11. 5 વર્ષ સુધી બાળકોને પ્રેમ કરો, 10 વર્ષ સુધી કડક રહો અને 16 વર્ષનું બાળક થાય ત્યારે તેની સાથે મિત્રવત વર્તો.
12. દવા પણ ડ્રગ્સની આદત લગાવી શકે છે. દવા આપનારા ડૉક્ટર્સની સલાહ વગર દવા આપશો નહીં, જેનાથી નશો ફેલાતો હોય.

7
13. ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવે. કલાકાર, સંત, ખેલાડીઓને અપીલ છે કે તેઓ પણ લોકોને આ અંગે જાગૃત કરે.
14. હું કોઇ ઉપદેશ નથી આપી રહ્યો. માત્ર મારું દુ:ખ વહેંચું છું. ડ્રગ્સની સમસ્યા પર દેશમાં જવાબદારીનું વાતાવરણ બનાવવા માંગુ છું.

8
15. નશો સ્ટાઇલ સ્ટેટમેન્ટ નથી, પણ બરબાદીનું મંજર છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
