વાંચો 20 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ક્રિકેટ અંગે વાત કરવામાં આવે તો, ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા સચિન તેંડુલકર પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ય રાજકારણ સાથે જોડાયેલી બાબતો અંગે વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સેરેમોનિયલ રિસેપ્શનમાં વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી ન્ગુયેન ફુ ટ્રોંગને મળી રહેલા ભારતીય વડા પ્રધાન મનમોહન સિંહ. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ઓલ્ડ સ્પાઇસ ડીઓડરન્ટ્સ

ઓલ્ડ સ્પાઇસ ડીઓડરન્ટ્સ

મુંબઇમાં ઓલ્ડ સ્પાઇસ ડીઓડરન્ટ્સના લોન્ચિંગ સમયે હાજર રહેલા બૉલીવુડ અભિનેતા મિલંદ સોમન, વિદ્યુત જામવાલ, સોનુ સૂદ અને રાણા ડુગ્ગુબાટી.

સેરેમોનિયલ રિસેપ્શન

સેરેમોનિયલ રિસેપ્શન

રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સેરેમોનિયલ રિસેપ્શનમાં વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી ન્ગુયેન ફુ ટ્રોંગને મળી રહેલા ભારતીય વડા પ્રધાન મનમોહન સિંહ.

ભાજપનો મેનિફેસ્ટો

ભાજપનો મેનિફેસ્ટો

જયપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રેસિડેન્ટ રાજનાથ સિંહ અને રાજસ્થાનના રાજ્ય પ્રમુખ વસુંધરા રાજેએ ભાજપનો મેનિફોસ્ટો રજુ કર્યો હતો.

ડાન્સ શોમાં બુલેટ રાજા

ડાન્સ શોમાં બુલેટ રાજા

મુંબઇમાં પોતાની આગામી ફિલ્મ બુલેટ રાજાને પ્રમોટ કરવા આવેલા બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન.

ખામખેરામાં સચિન પાઇલોટની સભા

ખામખેરામાં સચિન પાઇલોટની સભા

મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ખામખેરામાં એક જાહેર સભાને સંબોધી રહેલા કોંગ્રેસના સાંસદ અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર સચિન પાઇલોટ.

સ્વામી વાલ્મિકી મંદિરે શીલા દીક્ષિત

સ્વામી વાલ્મિકી મંદિરે શીલા દીક્ષિત

નવી દિલ્હીમાં સ્વામી વાલ્મિકી મંદિરની મુલાકાત લઇ રહેલા દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિત.

યુનિવર્સિટી યુનિયન ઇલેક્શન

યુનિવર્સિટી યુનિયન ઇલેક્શન

અલ્હાબાદમાં યુનિવર્સિટી યુનિયન ઇલેક્શનમાં ભાગ લઇ રહેલા એઆઇએસએના વિદ્યાર્થીઓ.

એર ફોર્સના એક્ઝિબિશનમાં રાષ્ટ્રપતિ

એર ફોર્સના એક્ઝિબિશનમાં રાષ્ટ્રપતિ

પંજાબના હલવારા ખાતે ભારતીય એર ફોર્સના એક્ઝિબિશનમાં હાજર રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

એક ઇવેન્ટમાં અમિતાભ

એક ઇવેન્ટમાં અમિતાભ

મુંબઇમાં એક ઇવેન્ટમાં હાજર રહેલા બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન.

15 વર્ષને ટેણિયાએ ફટકાર્યા 546 રન

15 વર્ષને ટેણિયાએ ફટકાર્યા 546 રન

મુંબઇમાં એક મેચ દરમિયાન 15 વર્ષિય પૃથ્વી સાઉએ 546 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.

અધિકારો માટે રેલી

અધિકારો માટે રેલી

પટણામાં પોતાના અધિકારો માટે વિરોધ રેલી કરી રહેલા શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત સ્પોર્ટ ખેલાડીઓ.

ચૂંટણી પંચની ઓફીસે ભાજપના નેતા

ચૂંટણી પંચની ઓફીસે ભાજપના નેતા

નવી દિલ્હી ખાતે ચૂંટણી પંચની ઓફીસે પહોંચેલા ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી અને પ્રકાશ જાવડેકર.

સચિન તેંડુલકર પેવેલિયનની મુલાકાત

સચિન તેંડુલકર પેવેલિયનની મુલાકાત

કોચીમાં સચિન તેંડુલકર પેવેલિયનની મુલાકાત લઇ રહેલા વેસ્ટ ઇન્ડિઝના પુર્વ સુકાની રિચિ રિચાર્ડસન.

સચિન તેંડુલકર પેવેલિયનનું ઉદ્ધાટન

સચિન તેંડુલકર પેવેલિયનનું ઉદ્ધાટન

કોચીમાં સચિન તેંડુલકર પેવેલિયનના ઉદ્ઘાટન વખતે હાજર રહેલા સુકાની મહેન્દ્ર સિંહ ધોની.

આપ પાર્ટીનો મેનિફેસ્ટો

આપ પાર્ટીનો મેનિફેસ્ટો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના કન્વેનર અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના નેતાઓ દ્વારા પાર્ટીનો મેનિફેસ્ટો રજુ કરવામાં આવ્યો હતો.

મમતા-જગનની બેઠક

મમતા-જગનની બેઠક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને વાયએસઆર કોંગ્રેસના પ્રેસિડેંટ વાયએસ જગન મોહન રેડ્ડી કોલકતામાં એક બેઠકમાં હાજર રહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X