વાંચો 19 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનમાં ચૂંટણી રેલી સંબોધવામાં આવી રહી છે, જેમાં તેમણે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા છે. અન્ય રાજકારણ સાથે જોડાયેલી બાબતો અંગે વાત કરવામાં આવે તો મુંબઇમાં વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા પહેલી ભારતીય મહિલા બેંકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ઇન્દિરા ગાંધીને રાજકારિણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ

ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ

ચેન્નાઇમાં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની 96મી જન્મ જંયતિ નીમિત્તે તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિતા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

બાળકો સાથે પ્રિયંકાની મુલકાત

બાળકો સાથે પ્રિયંકાની મુલકાત

રાયબરેલીમાં પ્રિયંકા વાઢેરા દ્વારા શાળાના બાળકોની મુલાકાત કરવામાં આવી હતી.

બાંદીકુઇ ખાતે મોદીની રેલી

બાંદીકુઇ ખાતે મોદીની રેલી

રાજસ્થાનના બાંદુકુઇ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી રેલી સંબોધવામાં આવી હતી.

યુપી સરકાર વિરુદ્ધ પ્રદર્શન

યુપી સરકાર વિરુદ્ધ પ્રદર્શન

મોરાદાબાદમાં એ પેથોલોજિસ્ટને પોલીસ દ્વારા ખોટી રીતે માર મારવામાં આવતા ડોક્ટર્સ દ્વારા યુપી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મિઝોરમમાં મતદાન

મિઝોરમમાં મતદાન

નોર્થ ત્રિપુરાના નાઇશિંગ પારા રીંગ રેફ્યુજી કેમ્પમાં મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરી રહેલા રીંગ ટ્રાઇબલ રેફ્યુજી.

પ્રોગ્રામ ઓફિસરને એવોર્ડ

પ્રોગ્રામ ઓફિસરને એવોર્ડ

નવી દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી નેશનલ સર્વિસ યોજના એવોર્ડ 2012-13ના કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ ઓફિસરને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એવોર્ડ એનાયત કર્યો હતો.

વિશ્વનાથ આનંદની આઠમી મેચ

વિશ્વનાથ આનંદની આઠમી મેચ

ચેન્નાઇમાં એફઆઇડીઇ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ દરમિયાન માગ્નુસ કાર્લસેન સામેની આઠમી મેચ રમી રહ્યાં રહેલા વિશ્વનાથ આનંદ.

રમણ સિંહે કર્યું મતદાન

રમણ સિંહે કર્યું મતદાન

છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન કવાર્ધા મતદાન મથકે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

બળદ ગાડાની રેસ

બળદ ગાડાની રેસ

મહારાષ્ટ્રના કરાદ ખાતે પૂર્વ કેન્દ્રિય મંત્રી વિલાસરાવ દેશમુખની પ્રથમ પૂણ્ય તિથિ નિમિત્તે બળદગાડાની રેસ રાખવામાં આવી હતી.

જાથેદાર કર્તાર સિંહ રખારાની 17મી પૂણ્યતિથિ

જાથેદાર કર્તાર સિંહ રખારાની 17મી પૂણ્યતિથિ

પટિયાલામાં રખારા કાતે જાથેદાર કર્તાર સિંહ રખારાની 17મી પૂણ્યતિથિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ સાદિક અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ હાજર રહ્યાં હતા.

ડૂંગળી ખરીદવા ઘસારો

ડૂંગળી ખરીદવા ઘસારો

ગુવાહાટી ખાતે આસામ સરકારના કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ અને સિવિલ સપ્લાઇના સહયોગથી સબ્સિડાઇઝ ભાવ 45 રૂપિયા પર કેજીના ભાવે લોકોને ડૂંગળી આપવામાં આવી રહી હતી.

પહેલી ભારતીય મહિલા બેંક

પહેલી ભારતીય મહિલા બેંક

મુંબઇ ખાતે પહેલી ભારતીય મહિલા બેંકનું લોન્ચિંગ વડાપ્રધાન મનમોહન સિંહ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.

સલિલ ચૌઘરીને શ્રદ્ધાંજલિ

સલિલ ચૌઘરીને શ્રદ્ધાંજલિ

કોલકારા નજીક 91મી જન્મ જંયતિ નિમિત્તે સલિલ ચૌધરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

બિકાનેરમાં રાહુલ ગાંધીની રેલી

બિકાનેરમાં રાહુલ ગાંધીની રેલી

બિકાનેરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વિધાનસભા ચૂંટણી સંબંધિત રેલીને સંબોધવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X