વાંચો 15 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ક્રિકેટ અંગે વાત કરીએ તો ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર દ્વારા વાનખેડેમાં પોતાની અંતિમ અને કારકિર્દીની 200મી ટેસ્ટ દરમિયાન પ્રશંસકોનો આભાર માનવામાં આવ્યો હતો. આ તકે યુવરાજ સિંહે સચિનના પુત્ર સાથે સારો એવો સમય વિતાવ્યો હતો. બૉલીવુડ અંગે વાત કરવામાં આવે તો, રામ લીલા ફિલ્મનો વિવિધ સ્થળોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓને મેડલ

વિદ્યાર્થીઓને મેડલ

મહારાષ્ટ્રના તારાપુરમાં ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરમાં એક સેરેમની દરમિયાન વિદ્યાર્થીઓને મેડલ આપી રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

રામ લીલાનો વિરોધ

રામ લીલાનો વિરોધ

જલંધરમાં રામ લીલા ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકો.

મોહરમની ઉજવણી

મોહરમની ઉજવણી

શ્રીનગરમાં સિયા મુસ્લિમ દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધી આશ્રમમાં જર્મન એમ્બેસેડર

ગાંધી આશ્રમમાં જર્મન એમ્બેસેડર

અમદાવાદના ગાંધી આશ્રમમાં કોટન ગુંથી રહેલા જર્મન એમ્બેસેડર માઇકલ સ્ટેનર.

પ્રશંસકોનો આભાર માનતો સચિન

પ્રશંસકોનો આભાર માનતો સચિન

વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણીની બીજી અને અંતિમ મેચ દરમિયાન પ્રશંસકોનો આભાર માની રહેલો ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર.

ડીજીટલ ફિટનેસ કેમ્પેન

ડીજીટલ ફિટનેસ કેમ્પેન

નવી દિલ્હીમાં એક ડીજીટલ ફિટનેસ કેમ્પેઇનમાં હાજર રહેલી બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગ્દા સિંહ.

ટ્રેડિશનલ પહેરવેશમાં બાળકો

ટ્રેડિશનલ પહેરવેશમાં બાળકો

શ્રીલંકામાં કોમનવેલ્થ કન્ટ્રીઝના હેડ્સને આવકારવા માટે શ્રીલંકન બાળકો ટ્રેડિશનલ પહેરવેશમાં આવ્યા હતા.

રોહિત શર્માએ ફટકારી સદી

રોહિત શર્માએ ફટકારી સદી

રોહિત શર્માએ મુંબઇ ખાતે રમાઇ રહેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.

રતન ટાટાને એવોર્ડ

રતન ટાટાને એવોર્ડ

નાણામંત્રી પી ચિદમબરમે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાને સીઆઇઆઇ પ્રેસિડેન્ટ એવોર્ડ આપ્યો હતો.

ટ્રેન પાટા પરથી ઉતરી

ટ્રેન પાટા પરથી ઉતરી

નાસિક જિલ્લામાં આજે સવારે ઇગતાપુરી પાસે આવેલ ઘોતીમાં એક ટ્રેનના દસ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, જેમાં ચાર મુસાફરોના મરવાની આશંકા છે. આ ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ધૂમ મચાલે ધૂમ...

ધૂમ મચાલે ધૂમ...

બૉલીવુડ અભિનેતા આમિર ખાન અને અભિનેત્રી કેટરીના કૈફે ‘ધૂમ મચાલે ધૂમ...' ગીત સચિન તેંડુલકરને ડેડીકેટ કર્યું હતું.

સચિનના પુત્ર સાથે યુવરાજ

સચિનના પુત્ર સાથે યુવરાજ

વાનખેડેમાં સચિન તેંડુલકરની કારકિર્દીની 200મી અને અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે આવેલા ક્રિકેટર યુવરાજ સિંહે અર્જુન તેંડુલકર સાથે સારો એવો સમય પસાર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X