વાંચો 11 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો કોલકતામાં 19માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક નામી હસ્તીઓએ હાજરી આપી હતી. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણમાં મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે મૌલાના અબ્દુલ કલામ આઝાદની 125મી જન્મ જંયતિ નિમિત્તે દેશના વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

પટણામાં નીતિશની પ્રેસ કોન્ફરન્સ
બિહારના પટણામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી.

ઉમેદવારી પત્ર
જોધપુરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર અશોક ગેહલોતે વિધાનસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

400 મીટર રેસની વિજેતા
સાઉથ એશિયન ફેડરેશન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 400 મીટર રેસમાં વિજેતા થયેલા એથ્લેટિક્સ.

ફિલ્મ માર્ટમાં જમાવડો
કોલકતામાં 19માં કોલકતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ માર્ટમાં હાજરી આપવા આવેલી અભિનેત્રીઓ.

પાકિસ્તાની પીએમના એડવાઇઝર સાથે બેઠક
નવી દિલ્હીમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફના એડવાઇઝર સરતાજ અઝિઝ સાથે ભારતના વિદેશ મંત્રી સલમાન ખુર્શિદે બેઠક કરી હતી.

જમ્મૂમાં હિમ વર્ષા
જમ્મૂ અને કાશ્મિરના પૂંછ જિલ્લામાં હિમ વર્ષા થવાના કારણે માર્ગ વ્યવહાર અટવાયો હતો.

સ્મારક સિક્કો
નવી દિલ્હીમાં મૌલાના અબ્દુલ કલામ આઝાદની 125મી જન્મ જંયતિ નિમિત્તે કેન્દ્રીય નાણામંત્રી ચિંદમબરમ દ્વારા ભાજપના સાંસદને સ્મારક સિક્કો આપવામાં આવ્યો હતો.

હાજી અલી મસ્જિદની મુલાકાત
મુંબઇમાં હાજી અલી મસ્જિદની મુલાકાત કરી રહેલા બ્રિટનના પ્રિસ ચાર્લ્સ.

વાઘની પ્રતિક્ષા કરી રહેલા મમતા
કોલકતામાં એલિપોર ઝૂલોજિકલ ગાર્ડનમાં રોયલ બેંગોલ ટાઇગરની પ્રતિક્ષા કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી.

છત્તીસગઢમાં મતદાન
છત્તીસગઢના બસ્તર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન કરવામાં આવ્યું હતું.

સરયુ નદીમાં આસ્થાની ડુબકી
14 કોસી પરિક્રમા અયોધ્યા અંતર્ગત શ્રધ્ધાળુઓએ સરયુ નદીમાં આસ્થાની ડુબકી લગાવી હતી.

સીબીઆઇનું ગોલ્ડન જ્યુબલી વર્ષ
સીબીઆઇના ગોલ્ડન જ્યુબલી વર્ષ નિમિત્તે નવી દિલ્હીમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને સીબીઆઇ ડિરેક્ટર રંજીત સિન્હા એક કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતા.

મૌલાના અબ્દુલ કલામ આઝાદને શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીમાં સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મૌલાના અબ્દુલ કલામ આઝાદને તેમની જન્મતિથિ નિમિત્તે લોકસભા સ્પીકર મીરા કુમાર, કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદે અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.












Click it and Unblock the Notifications
