ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે 61મો જન્મદિવસ, તેમના વિશે જાણો

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે 61 મો જન્મદિવસ છે. તેમણે પોતાના જન્મદિવસની શરૂઆત અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કરી છે. તેઓ વહેલી સવારે ત્રિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. તેમણે આ મંદિર પ

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે 61 મો જન્મદિવસ છે. તેમણે પોતાના જન્મદિવસની શરૂઆત અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કરી છે. તેઓ વહેલી સવારે ત્રિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. તેમણે આ મંદિર પરિસરમાં સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના કરી હતી. તેમજ પૂજ્ય દાદા ભગવાનને ભાવ વંદન કર્યાં. તેમજ પૂજ્ય નીરૂમાં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.

Bhupendra Patel

ત્રિમંદિરના દર્શનની તસવીરો શેર કરતા તેમણે કહ્યુ કે, આજે મારા જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન કર્યા. ભગવાન સમક્ષ આત્માની ઉન્નતિ ઉપરાંત જગત કલ્યાણના ભાવ સાથે ગુજરાતના સુખ, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર ભૂપેન્દ્ર પટેલ તેમના દાદા ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. તેઓ દાદાભગવાનના અન્ય ભક્ત છે. અને તેના કારણ જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં "દાદા" તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ રાજકીય ક્ષેત્રે ઘણા લાંબા સમયથી સક્રિય રહ્યા છે. જો કે તેમ છતા પણ તેઓ પોતાના સૌમ્ય સ્વભાવના કારણે દરેક પક્ષ સાથે તાલમેલ સાધીને ચાલે છે. ભૂપેન્દ્ર પટેલનો એક તકીયા કલામ છેકે મારો કોઇ દુશ્મન જ નથી. તેઓ હંમેશા દરેક પક્ષ સાથે સુમેળ સાધીને ચાલવા માટે પંકાયેલા છે. મુખ્યમંત્રીનુ પદગ્રહણ કરતા જ તેઓ દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પણ તેઓ દાદાભગવાનના મંદિરે આરતી દરમિયાન હંમેશા હાજર રહેતા હતા. દાદા ભગવાનમાં તેઓ અનન્ય આસ્થા ધરાવે છે. તેના કારણે જ લોકો તેમને ભૂપેન્દ્ર દાદા તરીકે જ ઓળખે છે.

આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે. ત્યારે તેઓ સત્તાધાર બ્રિજ પાસે મનપા 75 વડ અને 60 હજાર વૃક્ષોનો વૃક્ષારોપણ કરશે. જેમાં મેયર કિરીટ પરમાર અને ઔડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહ પણ જોડાશે.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ ?

  • અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
  • હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી
  • વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી
  • સ્કુલ બોર્ડ અમદાવાદના 2008-10 સુધી ચેરમેન રહ્યા હતા
  • 1995-96 નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે
  • અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 2010-15 સુધી ચેરમેન રહી ચૂક્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસ્તાવ પર જ ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X