છેડો ફાડતા જ મોદીએ કર્યા નીતિશ પર પ્રહાર, 18 જૂને બિહાર બંધ

છેલ્લા 17 વર્ષોનો સંબંધ તૂટવાની જાહેરાત થયાની સાથે જ બીજેપી નેતા સુશીલ કુમાર મોદીએ નીતિશ કુમાર પર પ્રહારો કરવાનું ચાલું કરી દીધું હતું. મોદીએ પત્રકારોને જણાવ્યું કે 'આજનો દિવસ બિહારની રાજનીતિમાં કાળા દિવસ તરીકે લખવામાં આવશે. જેમાં જેડીયૂના નેતાઓએ વિશ્વાસઘાત કરવાનું કાર્ય કર્યું છે.'
સુશીલ કુમાર મોદીએ નીતિશ કુમારને ઘણી ખરીખોટી સંભળાવી તેમણે કહ્યું કે અમને એમ હતું કે જો તેમને ગઠબંધન તોડવું હોત તો તેમણે વ્યવસ્થિત રીતે તોડશે. પહેલા તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે જે તેમણે એનડીએ સરકારમાં મેળવ્યું હતું. પરંતુ તેમણે એવું ના કર્યું અને ગઠબંધન તોડવાની વાત કરી દીધી. બિહારની જનતા તેમના દરેક નાટકો જોતી આવી છે અને લોકસભામાં બિહારની જનતા તેમને યોગ્ય જવાબ આપશે.
સુશીલ મોદીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું કે મોદીએ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષોમાં કેટલો સરસ વિકાસ કર્યો છે. છેલ્લા દસ વર્ષોમાં ત્યાં કોઇ રમખાણ કે કોઇ છમકલું પણ થયું નથી. એક ઓબીસીમાંથી આવતો છોકરો જેના પિતા ચ્હાની કિટલી ધરાવતા હતા તે પ્રધાનમંત્રીની રેસમાં છે એ વાત તેમને હજમ નથી થઇ રહી માટે તેમણે આ વિશ્વાસઘાતી પગલું ભર્યું છે.
તેમણે જેડીયૂના નેતાઓએ વિશ્વાસઘાત કરવાનું કાર્ય કર્યું છે. નીતિશ કુમારે વિશ્વાસઘાત કર્યો છે. અમારુ પૂરેપૂરુ ધ્યાન હવે લોકસભા ચૂંટણી તરફ રહેશે. આ મુદ્દાને પગલે અમે 18 જૂન નારોજ બિહાર બંધનું એલાન કરીએ છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
