મોદીને રોકવા માટે 2 બેઠકો પરથી ચૂંટણી લડશે મુલાયમ
નવી દિલ્હી, 16 માર્ચ: સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણીમાં બે સ્થળેથી મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રોનો દાવો છે કે મુલાયમ સિંહ યાદવ આઝમગઢ અને મૈનપુરીથી લોકસભા ચૂંટણીમાં ઉતરી શકે છે. આઝમ ગઢની બેઠક પૂર્વાંચલ વિસ્તારમાં છે. અને વારાણસીથી મોદની ઉમેદવારી બાદ વિસ્તારના રાજકીય સમીકરણ પર તેની અસર પડવી નિશ્ચિત માનવામાં આવી રહી છે.
આઝમગઢ વારાણસી અને ગોરખપુરની સાથે પૂર્વાંચલની રાજનીતિનું ગઢ માનવામાં આવે છે. સમાજવાદી પાર્ટીનું માનવું છે કે મુલાયમ જ્યારે આઝમગઢથી ચૂંટણી લડશે તો તેનાથી લઘુમતીઓમાં મજબૂત સંદેશ જશે. અને તેનાથી વોટોનું ધ્રુવીકરણ પણ થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પૂર્વાંચલમાં મોદીની અસરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

અત્રે નોંધનીય છે કે વારાણસી બેઠક પરથી મોદીની ઉમેદવારી જાહેર થતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ મોદીને પડકારવા માટે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. જોકે મોદીના પ્રવાહને જોતા એવું લાગતું નથી કે મોદીને વારાણસીથી કોઇ નેતા હરાવી શકે. જોકે એતો ચૂંટણી પરિણામો જ નક્કી કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
