સોશિયલ મીડિયા પર ખુલીને પ્રેમ વ્યક્ત કરી રહી છે ટીના ડાબી, પ્રદીપ ગવાંડે સાથે સ્ટોરી શેર કરીને થઈ રોમેન્ટીક
એક વાર ફરીથી ટીના ડાબી પોતાના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ખુલીને પ્રેમ વ્યક્ત કરી રહી છે.
જયપુરઃ આઈએએસ અધિકારી ટીના ડાબીએ માત્ર 23 વર્ષની ઉંમરમાં યુપીએસસી ટૉપ કર્યુ હતુ. યુપીએસસીને ટૉપ કર્યા બાદ ટીના ડાબી એક વાર ફરીથી ચર્ચામાં ત્યારે આવી જ્યારે 2018માં તેણે પોતાની જ બેચના રેંક 2 અધિકારી અતહર ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે પ્રેમ અને ત્યારબાદ લગ્નની ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ આ સંબંધ મુશ્કેલીથી બે વર્ષ જ ચાલી શક્યો અને બંને પરસ્પર સંમતિથી તલાક લઈ લીધા. પરંતુ એક વાર ફરીથી ટીના ડાબી પોતાના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે.

ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે ટીના
ટીના ડાબીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એ અંગે માહિતી આપી છે કે તે ફરીથી લગ્ન કરવા જઈ રહી છે. તેણે રાજસ્થાન કેડરના જ ડૉક્ટર પ્રદીપ ગવાંડે સાથે સગાઈ કરી લીધી. પ્રદીપ પણ આઈએએસ અધિકારી છે અને તે પણ જયપુરમાં જ તૈનાત છે. ટીના ડાબી અને પ્રદીપ બંને જયપુરમાં તૈનાત છે અને બંને વચ્ચે પ્રેમના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે બંનેએ એકબીજા સાથે સગાઈ કરી લીધી. મહત્વની વાત એ છે કે ટીના અને પ્રદીપ વચ્ચે આત્મીયતા પહેલેથી જ વધી રહી હતી પરંતુ આની અધિકૃત પુષ્ટિ ટીનાની પોસ્ટ પછી થઈ છે.

ટીનાએ આપી સગાઈની માહિતી
સગાઈની માહિતી આપ્યા બાદ ટીના ડાબીએ વધુ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને એ તમામ લોકોનો આભાર માન્યો જેમણે તેમને શુભેચ્છા આપી. ટીનાએ પોસ્ટ કરીને લખ્યુ, હું બધા શુભચિંતકોનો આભાર માનવા માંગુ છુ જેમણે ફોન, મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા અમને શુભેચ્છાઓ પાઠવી છે. છેલ્લા 24 કલાકમાં અમને જે પ્રેમ આપ્યો છે તેના માટે આભારી છીએ. ખાસ કરીને મહારાષ્ટ્રના લોકોએ જે પ્રેમઆપ્યો તેના માટે અઢળક આભાર.

પ્રદીપે શેર કર્યો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો
એક તરફ જ્યાં ટીના ડાબીએ પ્રદીપ ગવાંડે સાથે સુંદર ફોટો શેર કરીને લોકોનો આભાર માન્યો ત્યાં બીજી તરફ પ્રદીપે ટીના સાથે પોતાના પ્રેમનો ઈઝાર એક સુંદર ફોટા દ્વારા કર્યો છે. ફોટામાં પ્રદીપ અને ટીના એક સાથે જોવા મળી રહ્યા છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે જમાં પ્રદીપ બારી પાસે ટીના સાથે ઉભા છે અને ટીના ફોટામાં હસી રહી છે.

ટીના-પ્રદીપ ખુલીને કરી રહ્યા છે પ્રેમનો ઈઝહાર
પ્રદીપે જે ફોટાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે એ ફોટાને ટીના ડાબીએ પોતાની સ્ટોરીમાં એક ગીત સાથે શેર કર્યો છે. ટીનાએ આ ફોટા પર લખ્યુ એ વ્યક્તિ સાથે છુ જેનુ દિલ સોનાનુ છે. ફોટાના બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યુ છે દેખુ મે તુઝે યા દેખુ કુદરત કે નઝારે, મુશ્કિલોમે દિલ હે યે મેરા. જે રીતે ટીના અને પ્રદીપ ખુલીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી રહ્યા છે તેને લઈને તેમની પ્રશંસા પણ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યુ જે રીતનો સમાજ તમે લોકોને આપવા માંગો છો તમે ખરેખર એ જ જીવન જીવી રહ્યા છો, તમને શુભકામનાઓ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
