નિર્ભયા કેસઃ માથુ ફોડનારા દોષી વિનયની ફાંસીનો રસ્તો સાફ, કોર્ટે ફગાવી અરજી
દોષી વિનયના વકીલે તેની માનસિક સ્થિતિનો હવાલો આપીને મેડિકલ મદદ માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કરીને ન્યાયાલયે શનિવારે ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે.
નિર્ભયા ગેંગરેપના દોષી ફાંસીથી બચવા માટે રોજ અલગ અલગ પેંતરા અજમાવી રહ્યા છે. ચારે દોષીતો પાસે બધા કાનૂની રસ્તાઓ ખતમ થઈ ગયા બાદ હવે વિચિત્ર હરકતો કરવા લાગ્યા છે. આ અઠવાડિયે દોષિતોમાંથી એક વિનય શર્માએ તિહાર જેલની અંદર દિવાલમાં પોતાનુ માથુ ભટકાડીને ખુદને ઘાયલ કરી દીધો હતો. આ અંગે દોષી વિનયના વકીલે તેની માનસિક સ્થિતિનો હવાલો આપીને મેડિકલ મદદ માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કરીને ન્યાયાલયે શનિવારે અરજી ફગાવી દીધી છે. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે દોષી વિનય શર્માની એ અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે ઉચ્ચ સ્તરીય ચિકિત્સા આપવા માટે નિર્દેશ આપવાની માંગ કરી હતી.

માનસિક સ્થિતિ ઠીક ન હોવાનો દાવો
રાજધાની દિલ્લીમાં 16 ડિસેમ્બર, 2012 રોજ થયેલા નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિતોની ફાંસી માટે પીડિત પક્ષ છેલ્લા સાત વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યો છે. દિલ્લીની એક અદાલતે હવે ત્રીજી વાર દોષિતો સામે ડેથ વોર્ટ જારી કર્યુ છે. કોર્ટના આદેશાનુસાર દોષિતોને 3 માર્ચે ફાંસી પર લટકાવવાના છે. ફાંસીથી બચવા માટે દોષી વિનયે હવે માનસિક સ્થિતિ ઠીક ન હોવાનો હવાલો આપીને કોર્ટમાં દયાની અરજી કરી છે. ગુરુવારે આ કેસ પર સુનાવણી કરીને કોર્ટે જેલ પ્રશાસન પાસે જવાબ માંગ્યો છે.
વિનયનો કોઈ મેડીકલ ઈતિહાસ નથી
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે દોષી વિનય શર્માએ જેલની દિવાલમાં પોતાનુ માથુ ફોડીને ખુદને ઈજા પહોંચાડી હતી ત્યારબાદ તેના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ ઈરફાન અહેમદે પોતાની દલીલમાં કહ્યુ કે દોષી વિનય શર્માના વકીલ એપી સિંહે જેવો દાવો કર્યો છે તેવો તેની માનસિક અસ્થિરતાનો કોઈ મેડીકલ ઈતિહાસ નથી. તેમણે કહ્યુ કે થોડા દિવસ પહેલા તેણે પોતાની મા સાથે વાતચીત પણ કરી હતી તો પછી એપી સિંહ એવો દાવો કેમ કરી રહ્યા છે કે તે પોતાની માને નહોતો ઓળખી શક્યો.
જેલ પ્રશાસને કોર્ટમાં રજૂ કર્યા પુરાવા
ઈરફાન અહેમદે અદાલતને અવગત કરાવ્યા કે દોષી વિનયે ખુદ પોતાનુ માથુ દિવાલ પર પટકી દીધુ અને તે તરત ડૉક્ટરો દ્વારા દવા આપવામાં આવી. તિહાર જેલ પ્રશાસને કોર્ટમાં સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે. દોષી વિનયે ખુદ જ પોતાનુ માથુ દિવાલમાં માર્યુ હતુ અને તેને તરત ડૉક્ટર બોલાવવામાં આવ્યા હતા. ઈરફાન અહેમદે દોષી વિનયના વકીલના એ દાવાને ફગાવી દીધો કે જેમાં તેમણે તેની માનસિક સ્થિતિ ઠીક ન હોવાનો દાવો કર્યો હતો.
કોર્ટે પૂછ્યુ - છેલ્લી વાર પરિવારને ક્યારે મળશો?
તિહાર જેલના અધિકારીએ શનિવારે જણાવ્યુ કે ચારે દોષિતોને અંતિમ વાર પરિવારને મળવા વિશે પૂછવામાં આવ્યુ છે. મુકેશ અને પવન 1 ફેબ્રુઆરીવાળા ડેથ વોરન્ટ પહેલા જ પોતાના પરિવારને મળી ચૂક્યા છે. હવે અક્ષય અને વિનયને પૂછવામાં આવ્યુ છે કે તે ક્યારે પોતાના પરિવારને મળવા ઈચ્છે છે. આ ઉપરાંત જેલ પ્રશાસને યુપીના જેલ વિભાગને જલ્લાદને તિહાર જેલ બોલાવવા માેટ પત્ર લખ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે ફાંસીની તારીખથી બે દિવસ પહેલા તેમને તિહાર મોકલવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
