જસ્ટિસ લોયા કેસઃ નાગપુર હાઈકોર્ટના ત્રણ જજ કેસથી અલગ થયા
જસ્ટિસ લોયા કેસઃ નાગપુર હાઈકોર્ટના ત્રણ જજ કેસથી અલગ થયા
મુંબઈઃ વિશેષ સીબીઆઈ જજ બી.એચ.લોયાના વિવાદાસ્પદ મોતના મામલામાં દાખલ એક અરજી પર પાછલા ત્રણ દિવસોમાં ત્રણ જજે સુનાવણી કરવાની ઈનકાર કરતા ખુદને અલગ કરી લીધો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે જજ લોયાનું મૃત્યુ રેડિયોએક્ટિવ આઈસોટોપના ઝેરથી થયું હતું. વિશેષ સીબીઆઈ કોર્ટના જજ બીએચ લોયાના સંદિગ્ધ મૃત્યુ મામલે દાખલ એક અરજી પર સુનાવણીથી બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના ત્રણ જજે ખુદને અલગ કરી લીધા છે.

નાગપુર હાઈકોર્ટમાં વકીલ સંજય ઉઈકેએ દાખલ આ અરજી પર બુધવારે જસ્ટિસ સ્વપના જોશીએ કોઈપણ કારણ જણાવ્યા વિના ખુદને સુનાવણીથી અલગ કરી દીધા. જેના બે દિવસ પહેલા જસ્ટિસ એસ.પી. શુક્રે અને જસ્ટિસ એમ.એમ.મોદકે પણ સુનાવણીથી ખુદને અલગ કરી લીધા હતા. સોમવારે જસ્ટિસ શુક્રે અને જસ્ટિસ મોદકની પીઠે પણ સુનાવણીથી ઈનકાર કરતા કોઈ કારણ ન જણાવ્યું. એમણે માત્ર એટલું કહ્યું, 'અમે સુનાવણી નહિ કરીએ.' જણાવી દઈએ કે સોહરાબુદ્દીન કથિત ફેક એન્કાઉન્ટર મામલે જેમાં અમિત શાહ અને કેટલાક વરિષ્ઠ આઈપીએસ અધિકરી આરોપી હતા, આ કેસની સુનાવણી કરી રહેલ લોયાની નાગપુરમાં રવિ ભવનના એક સરકારી ગેસ્ટ હાઉસમાં મોત થયું હતું.
કથિત ફેક એન્કાઉન્ટરના સમયે ગુજરાતના ગૃહમંત્રી રહેલ શાહને બાદમાં મામલામાં આરોપ મુક્ત કરી દીધા હતા. ન્યૂઝ વેબસાઈટ ધી પ્રિન્ટ મુજબ અરજદાર સંજય ઉઈકેએ જણાવ્યું કે સુનાવણીથી ખુદને અલગ કરનાર જજોએ કહ્યું કે એમનાં નામ જજ લોયાના મૃત્યુ સાથે જોડાયેલ ઘટનાઓમાં ચર્ચામાં રહ્યા હતા, માટે એમના દ્વારા અરજી પર સુનાવણી કરવી ઉચિત નહિ હશે. પોતાની અરજીમાં ઉઈકેએ કહ્યું કે માર્ચ 2015માં પોતાના નાગપુર પ્રવાસ દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહે પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ રતન કુમાર સિન્હાથી મુલાકાત કરી હતી. એમણે દાવો કર્યો છે કે આ મુલાકાતના તમામ સત્તાવાર રેકોર્ડ્સ મીટાવી દેવામાં આવ્યા છે. ઉઈકે મુજબ શાહની આ મુલાકાત એ વાતનું સબૂત છે કે લોયાનું મૃત્યુ રેડિયોએક્ટિવ ઝેરથી થયું.
આ પણ વાંચો- 2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો આ છે 'ખાસ પ્લાન'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
