બિહારની રાજનીતિમાં ઉથલપાથલના એંઘાણ, તુટી શકે છે મહાગઠબંધન
આરજેડી ધારાસભ્ય સુધાકર સિંહ સતત નીતીશ કુમાર મુદ્દે નિવેદનો આપી રહ્યા છે તો બીજી તરફ પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી. હવે આ મુદ્દે ઉપેન્દ્ર કુશવાહાએ નિવેદન આપી પ્રહારો કર્યા છે.
પટના : બિહારમાંની રાજનીતિમાં ઉથલપાથલ થવા જઈ રહી હોવાના એંધાણ મળી રહ્યા છે. હાલમાં કેટલાક ઘટનાક્રમ આ તરફ ઈશારા કરી રહ્યા છે. આરજેડીના ધારાસભ્ય સુધાકર સિંહના નીતીશ કુમાર મુદ્દે આવી રહેલા વિવાદાસ્પદ નિવેદનોએ વિવાદ ઉભો કર્યો છે. સામે આવી રહેલી વિગતો પર વિશ્વાસ કરીએ તો જેડીયુ સંસદિય બોર્ડ સુધાકર સિંહ પર કોઈ કાર્યવાહી ન કરવાને કારણે આરજેડીથી નારાજ છે. આ વિવાદ વધે તો મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે.

એક તરફ આરજેડી ધારાસભ્ય સુધાકર સિંહ સતત નીતીશ કુમાર મુદ્દે નિવેદનો આપી રહ્યા છે તો બીજી તરફ પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી. હવે આ મુદ્દે ઉપેન્દ્ર કુશવાહાએ નિવેદન આપી પ્રહારો કર્યા છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન સુધાકર સિંહે કહ્યું કે, રાજનીતિક ક્ષેત્રમાં કે બિનરાજકીય ક્ષેત્રમાં, નીતિશ કુમાર માટે, ગઠબંધન માટે, રાજકીય પક્ષ માટે કે અન્ય કોઈ માટે પણ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને મંજૂરી આપી શકાય નહીં.
અહીં તેમણે કહ્યું કે, માત્ર મહાગઠબંધન માટે જ નહીં, આવનારી પેઢી શ્રાપ આપશે કે રાજકારણમાં એવા કેવા લોકો હતા જેમણે આ નિવેદન આપ્યું, તે પણ બિહારની જનતાના આશીર્વાદ ધરાવતા લોકો માટે. જેમને બિહારની જનતાએ સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાની તક આપી છે.
ગઠબંધન તુડવા મુદ્દે પુછવામાં આવતા સુધાકર સિંહે કહ્યું કે, તિરાડ આવશે કે નહીં તેની ચિંતા કરીને આવી વસ્તુઓ પર પ્રતિક્રિયા આપવી તે અંતરાત્માને દબાવ્યો કહેવાય. મને ખબર નથી કે આનું શું પરિણામ આવશે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે મને સુધાકર સિંહના નિવેદનથી દુખ થયું છે, પરંતુ તેના કરતાં પણ મારું મન ત્યારે દુઃખી થયું જ્યારે RJD તરફથી તેમના બચાવમાં એક સત્તાવાર નિવેદન આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની અંગત બાબત અને અંગત અભિપ્રાય છે. આ વધુ દુઃખદ છે.
અહીં સુધાકર સિંહે મોટો આરોપ લગાવવા એ પણ કહ્યું કે, જે રીતે સુધાકર સિંહ નીતીશ કુમાર વિશે બોલી રહ્યા છે ત્યારે એવુ તો નતી કે આ તેમના પિતા જગદાનંદ સિંહનો અભિપ્રાય છે. આના પર ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે કોનો અભિપ્રાય છે અને કોનો નથી તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ જ્યાં સુધી મારી પોતાની સમજની વાત છે સુધાકર સિંહ જે કંઈ પણ કહી રહ્યા છે અને પક્ષ તરફથી જે રક્ષણાત્મક પ્રતિક્રિયા આવી રહી છે તેના પરથી લાગે છે કે બંનેની સ્ક્રિપ્ટ એક જગ્યાએથી લખાઈ છે.
આગળ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, તેજસ્વી યાદવ આરજેડીના સૌથી મોટા નેતા છે. લાલુ યાદવ બીમાર છે. તેજસ્વીને બોલવાનો અધિકાર છે, તેથી અમે તેમને જોવા કહ્યું. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે. પાર્ટીએ આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ. નીતિશ કુમાર મારા મોટા ભાઈ જેવા છે. તેમના વિશે કોઈ ટિપ્પણી કરે તે હું સહન કરી શકતો નથી. સુધાકર સિંહે જે પણ કહ્યું છે તે અપશબ્દો છે. આ અંગે તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
