અયોધ્યામાં રામ મંદિર પરિસરને ઉડાવી દેવાની ફોન પર મળી ધમકી, યુપી પોલીસ એલર્ટ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પરિસરને ઉડાવી દેવાની ધમકી મળી છે.
Ram Mandir: ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં રામ મંદિર પરિસને ઉડાવી દેવાની ધમકી મળી છે. યુપી પોલીસના જણાવ્યા મુજપબ રામ જન્મભૂમિ પરિસર ઉડાવવાનો ધમકીભર્યો કૉલ આવ્યો હતો. માહિતી મુજબ અયોધ્યાના રામકોટ વિસ્તારમાં રામલલા સદન મંદિર પાસે રહેતા એક સ્થાનિક વ્યક્તિએ પોલીસને સાવચેત કરીને જણાવ્યુ કે તેને એક અજ્ઞાત વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે ગુરુવારે સવારે લગભગ 10 વાગે રામ મંદિર પરિસરને ઉડાવવાની ધમકી આપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે પાંચ વાગે મનોજ નામના વ્યક્તિને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યુ કે તે દિલ્લીથી બોલી રહ્યો છે અને મંદિર પરિસરને સવારે 10 વાગે ઉડાવી દેવામાં આવશે. ફોન આવ્યા પછી મનોજ તરત જ પોલીસ પાસે ગયો. સમગ્ર વિસ્તારમાં એલર્ટ કરી દેવામાં આવ્યુ છે અને મંદિર પરિસર આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પોલીસે અજ્ઞાત કૉલર સામે ગુનો નોંધ્યો છે. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુનેગારને પકડવા માટે પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. અયોધ્યા પોલીસે પણ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે. અયોધ્યા પોલીસે સમગ્ર મામલામાં કરવામાં આવી રહેલી કાર્યવાહીની અપડેટ શેર કરી છે.
અગાઉ અયોધ્યામાં રામ મંદિર માટે નેપાળથી બે શાલિગ્રામ પથ્થર ગોરખપુર પહોંચ્યા હતા. કહેવાય છે કે આ પથ્થરોનો ઉપયોગ રામ અને જાનકીની મૂર્તિ બનાવવામાં કરવામાં આવશે. સ્થાનિક લોકોએ શાલિગ્રામને હાર પહેરાવ્યો અને મંદિરના અધિકારીઓને સોંપતા પહેલા પ્રાર્થના કરી. આ પથ્થરોથી બનેલી મૂર્તિઓ મુખ્ય મંદિર પરિસરની અંદર સ્થાપિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શાલિગ્રામ નેપાળમાં કાલી ગંડકી નદીના કિનારે જ જોવા મળે છે. જાન્યુઆરી 2024માં રામ મંદિરનુ ઉદ્ઘાટન થવાની શક્યતા છે.
आज दिनांक 02.02.2023 को रामलला सदन के एक शिष्य के मोबाइल पर अज्ञात व्यक्ति द्वारा श्री रामजन्मभूमि को बम से उड़ाने की धमकी देने के सम्बन्ध मे #ayodhyapolice द्वारा की जा रही कार्यवाही के सम्बन्ध मे पुलिस अधीक्षक नगर की बाईट। #UPPolice pic.twitter.com/cp9EcJmMtd
— AYODHYA POLICE (@ayodhya_police) February 2, 2023












Click it and Unblock the Notifications
