આ માટે પીએમ મોદીના સંકટમોચક હતા અરુણ જેટલી
આ માટે પીએમ મોદીના સંકટમોચક હતા અરુણ જેટલી
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયું. તેઓ 67 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. અરુણ જેટલીની ઓળખ એક વિદ્વાન, કાનૂની કાણકાર અને અુભવી રાજનેતા તરીકે રહી છે. 9 ઓગસ્ટે તબિયત લથડ્યા બાદ તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કેટલાય દિવસ સધી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અરુણ જેટલીનું નાણામંત્રી તરીકે જબરું યોગદાન રહ્યું.

કેટલાય મહત્વપૂર્ણ ફેસલા પાછળ જેટલી
મોદી સરકારના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીએ કેટલાય મોટા ફેસલા લીધા, જેમાં જેટલી પણ મહત્વના ભાગીદાર રહ્યા. મોદી સરકારે પહેલા કાર્યકાળમાં જેવી રીતે તાબડતોડ ફેસલા લીધા, તે જેટલીના યોગદાન વિના શક્ય નહોતા. નાણામંત્રી તરીકે અરુણ જેટલના કાર્યકાળમાં નોટબંધી, જેએસટી, ઈનસોલ્વેંસી એન્ડ બેંકરપ્શી કોડ, જનધન યોજના, કેશ ટ્રાન્સફર જેવા કેટલાય ઐતિહાસિક ફેસલા લેવામાં આવ્યા. આ તમામ ફેસલાના મુખ્ય ચહેરો ભલે પીએમ મોદી હતા પરંતુ તેની સ્ક્રિપ્ટ અરુણ જેટલીએ લખી હતી.

વિપક્ષના આરોપોનો જવાબ આપવા માટે પહેલી પસંદ હતા જેટલી
કેટલાય રાજનૈતિક પંડિત અરુણ જેટલીને પીએમ મોદી માટે 'સંકટના સાથી' ગણાવતા. ખુદ પીએમ મોદી પણ જેટલીના ન માત્ર વખાણ કરી ચૂક્યા છે, બલકે તેમને મંત્રીમંડળના હિરો પણ બનાવી ચૂકયા છે. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન વિપક્ષ જ્યારે પણ સરકાર પર હુમલાવર થયું, જેટલી વિપક્ષના આરોપોનો જવાબ આપવા માટે પીએમ મોદીની પહેલી પસંદ રહેતા હતા.

પીએમ મોદીની નજીક હતા જેટલી
પીએમ મોદીની નજીકના હોય તેવા બહુ ઓછા નેતા રહ્યા, જેમાં અરુણ જેટલીનું નામ પણ સામેલ છે. કદાચ આ કારણે જ જેટલી માત્ર આર્થિક મોર્ચા પર જ નહિ બલકે તમામ મોર્ચા પર સરકારનો સફળતાપૂર્વક પ્રચાર કરતા હતા. માનવામાં આવે છે કે પીએમ મોદી જેટલીની સલાહ વિના કોઈપણ ફેસલો નહોતા લેતા. જેટલીની ઓળખ રાનીતિની સાથોસાથ એક વકીલની પણ રહી. તેઓ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ અધિવક્તા રહ્યા. તેમના પરિવારમાં પત્ની સંગીતા જેટલી અને બે બાળક રોહન અને સોનાલી છે.
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
