પિનારાઈ વિજયને બીજી વાર સંભાળી કેરળની સત્તા, રાજ્યપાલે લેવડાવ્યા શપથ
પિનારાઈ વિજયને સેન્ટ્રલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા.
તિરુવનંતપુરમઃ કેરળમાં ગુરુવારે ઈતિહાસ બદલાઈ ગયો જ્યાં એલડીએફે બીજી વાર પૂર્ણ બહુમતથી ચૂંટણી જીતીને સરકાર બનાવી. સાથે જ પિનારાઈ વિજયને સેન્ટ્રલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. કોરોના મહામારીને જોતા આ શપથ ગ્રહણમાં અમુક જ મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. વિજયન ઉપરાંત 22 મંત્રી પણ શપથ લેશે, જો કે આમાંથી એક પણ જૂનો ચહેરો નહિ હોય.

કોરોના મહામારીના કારણે કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ થઈ રહી હતી પરંતુ હાઈકોર્ટે અરજીકર્તાઓને ઝટકો આપી દીધો. જેના કારણે ગુરુવારે બપોરે 3.30 વાગે કોરોના પ્રોટોકૉલ સાથે શપથ ગ્રહણ સમારંભ શરૂ થયો. ત્યારબાદ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પિનારાઈ વિજયનને પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવ્યા. એવામાં હવે અધિકૃત રીતે કેરળમાં સરકારની રચનાનુ કામ પૂરુ થઈ ગયુ છે. ખાસ કરીને કેરળમાં કોઈ સત્તાધારી પાર્ટીએ ફરીથી જીત નથી મેળવી પરંતુ આ વખતે એલડીએફે આખા ઈતિહાસ બદલી દીધા.
શું વિજયનનો નવો પ્રયોગ યોગ્ય?
પિનારાઈ વિજયન કોઈ પણ જૂના મંત્રીને આ વખત જવાબદારી નહિ સોંપે. એવામાં તેમની કેબિનેટમાં બધા નવા ચહેરા છે. આ ભારતીય ઈતિહાસમાં પહેલો પ્રયોગ છે. વળી, આરોગ્ય મંત્રી કેકે શૈલજાને પણ હટાવવાનો નિર્ણય લીધો છે જેના પર વિવાદ થઈ રહ્યો છે. શૈલજાએ કોરોના મહામારીના સમયમાં સારુ કર્યુ હતુ જેની પ્રશંસા પીએમ મોદી અને ડબ્લ્યુએચઓ પણ કરી ચૂક્યા છે.
આ છે રાજકીય સમીકરણ
તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં એલડીએફે કેરળમાં પોતાના હરીફોને હરાવીને 99 સીટો જીતી હતી. વળી, બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ(યુડીએફ)ના ખાતામાં 41 સીટો આવી. આ ચૂંટણીમાં ભાજપ મેટ્રોમેન ઈશ્રીધરનના સહારે સત્તા મેળવવાની કોશિશ કરી રહી હતી પરંતુ એનડીએને એક પણ સીટ નસીબ થઈ નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
