તો ફરીથી એર ઇન્ડિયા પોતાના મુળ માલિકને પાછી આપી દેવાશે!
એર ઇન્ડિયા બુધવારે હરરાજી પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપેક્ષા છે. ટાટા સન્સે તેના માટે બોલી લગાવી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે, એરલાઈનને તેની વિનિવેશ પ્રક્રિયા માટે ટાટા સહિતની કંપનીઓ પાસેથી બોલી મળી છે.
એર ઇન્ડિયા બુધવારે હરરાજી પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપેક્ષા છે. ટાટા સન્સે તેના માટે બોલી લગાવી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે, એરલાઈનને તેની વિનિવેશ પ્રક્રિયા માટે ટાટા સહિતની કંપનીઓ પાસેથી બોલી મળી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાના વિનિવેશ માટે નાણાકીય બિડ ટ્રાન્ઝેક્શન સલાહકાર દ્વારા પ્રાપ્ત થઈ છે. પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે.

ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે પ્રક્રિયાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર છે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં. એર ઇન્ડિયા પર હાલમાં 43,000 કરોડનું દેવું છે, જેમાંથી 22,000 કરોડ એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL) ને ટ્રાન્સફર કરવામાં આવશે.
સરકાર એરલાઇન અને તેના ઓછા ખર્ચે ચાલતી એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. એરલાઇન હાલમાં સ્થાનિક એરપોર્ટ પર 4,400, 1,800 આંતરરાષ્ટ્રીય અને પાર્કિંગ સ્લોટ સાથે સાથે વિદેશમાં 900 સ્લોટને નિયંત્રિત કરે છે.
નોંધપાત્ર વાત એ છે કે, ટાટાએ 1932 માં ટાટા એરલાઇન્સની સ્થાપના કરી હતી, જેને બાદમાં 1946 માં એર ઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું. સરકારે 1953 માં એરલાઇન પર નિયંત્રણ મેળવ્યું હતું, પરંતુ જેઆરડી ટાટા 1977 સુધી તેના ચેરમેન રહ્યા હતા. તે જ સમયે જો આ ડીલની પુષ્ટિ થાય છે તો 67 વર્ષ પછી એરલાઇન ફરી એક વખત મુળ માલિક પાસે પાછી જઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
