પતિએ પસંદગીનો શર્ટ ન સિવડાવતા પત્નીએ કરી આત્મહત્યા
તમે પતિ -પત્ની વચ્ચે ઘણાં ઝઘડા જોયા હશે, પરંતુ તેમાંથી ઘણીવાર નાની બાબતે ઝઘડો જીવલેણ સાબિત થાય છે. જેમાં પત્નીએ એક નાનકડી બાબતને મન પર લઇ લઇને પોતાનો જીવ આપ્યો હતો.
કોટા : તમે પતિ -પત્ની વચ્ચે ઘણાં ઝઘડા જોયા હશે, પરંતુ તેમાંથી ઘણીવાર નાની બાબતે ઝઘડો જીવલેણ સાબિત થાય છે. જેમાં પત્નીએ એક નાનકડી બાબતને મન પર લઇ લઇને પોતાનો જીવ આપ્યો હતો.

રાજસ્થાનના કોટા શહેરના અમરકેપુરમના અવલી રોઝારી વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના મંદસૌરના રહેવાસી શુભમના લગ્ન બે વર્ષ પહેલા કોટાના રામચંદ્રપુરામાં રહેતી અંજલી સુમન (23) સાથે શુભમ સાથે થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર શુભમ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. બુધવારની સવારે ઓફિસ જતા પહેલા શુભમ અને અંજલીએ પોતાની પસંદગીનો શર્ટ સિવડાવવાની બાબતે ઝઘડો કર્યો હતો.
જે બાદ શુભમ તેની ઓફિસ ગયો હતો. જે દરમિયાન અંજલિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. શુભમે પોલીસની પૂછપરછ દરમિયાન તેની પસંદ કરેલા શર્ટ ન મળવાના મામલે થયેલા ઝઘડા વિશે જણાવ્યું હતું.
આરકે પુરમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રામબાબુના જણાવ્યા અનુસાર, શુભમે પોલીસને જણાવ્યું કે, તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ તે બાઇક લઇને ઓફિસ ગયો હતો. ઓફિસમાં હતો ત્યારે પત્નીનો ફોન આવ્યો કે, તે તેની સાથે વાત કરવા માગે છે. શુભમે તેને કહ્યું કે, હું ઓફિસથી આવીશ પછી વાત કરીશું. થોડા સમય બાદ પાડોશીનો ફોન આવ્યો કે, અંજલિએ આત્મહત્યા કરી છે.












Click it and Unblock the Notifications
