રાફેલ મામલે તમામ પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
રાફેલ મામલે તમામ પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ રાફેલ ડીલની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપોને પગલે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ફેસલો પહેલા જ સંભળાવી દીધો હતો અને આ મામલે કંઈપણ કહેવા ઈનકાર કરી દીધો હતો. પરંતુ કોર્ટના ફેસલા બાદ ફરીથી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સરકારે આ મામલે સપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોર્યા છે. પરંતુ પનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટે આજે ફેસલો સંભળાવતા આ પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર 2018ના રોજ આપવામા આવેલ પોતાના ફેસલાને યથાવત રાખ્યો.

10મી મેએ ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો
ઉલ્લેખનીય છે કે તમામ પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી પૂરી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે 10મી મેએ પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. જણાવી દઈએ કે અગાઉ કોર્ટે 14મી ડિસેમ્બર 2018ના રોજ રાફેલ ડીલની પ્રક્રિયાને યોગ્ય ઠેરવી હતી. પરંતુ તે બાદ મીડિયાના કેટલાક રિપોર્ટ અને કાગળના આધારે સુપ્રીમ કોર્ટ આ મામલાને લઈ દાખલ પુનર્વિચાર અરજીની સુનાવણી માટે હામી ભરી હતી. જે બાદ આ મામલે સુનાવણી શરૂ થઈ હતી.

સરકાર પાસે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. જેના પર એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જો કે કોર્ટે આ સમય ન આપ્યો. જે બાદ કેન્દ્ર સરકાર તરફથી 4 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ પર એક ફ્રેશ એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું. રકારે આ એફિડેવિટમાં કહ્યું કે 14 ડિસેમ્બર 2018ના રોજ 36 રાફેલ જજેટ ખરીદી પર જે ફેસલો લેવામાં આવ્યો હતો, તે યોગ્ય હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કરતા રાફેલ ડીલ સાથે જોડાયેલ પુનર્વિચાર અરજીઓને ફગાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવેલ લેખિત નિવેદનમાં સરકારે કહ્યું હતું કે રાફેલ મુદ્દે પુનર્વિચાર અરજી તુચ્છ આરોપો અને નિરાધાર અટકળો પર આધારિત છે.

સરકારે મીડિયા રિપોર્ટ અધુરા અને અપ્રમાણિત ગણાવ્યા
સોગંધનામામાં સરકારે કહ્યું કે અપ્રમાણિત મીડિયા રિપોર્ટ અને અધૂરી ફાઈલ્સને પુનર્વિચાર માટે આધાર ન બનાવી શકાય. સરકાર તરફથી દાખલ આ સોગંધનામા મુજબ રાફેલ ડીલની પીએમઓ તરફથી થઈ રહે દેખરેખને હસ્તક્ષેપ કે પછી સમાંતર વાતચીત તરીકે ન ગણાવી શકાય. આ ઉપરાંત આ સોગંધનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તત્કાલીન રક્ષા મંત્રીએ ફાઈલમા લખ્યું છે કે એવું લાગે છે કે પીએમઓ અને ફ્રેંચ રાષ્ટ્રપતિની ઑફિસ તરફથી આના પર નજર રાખવામાં આવી રહી છે જે સંમેલનમાં થયેલ મુલાકાતનું પરિણામ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
