જામીન ન આપવા બદલ સુપ્રિમ કોર્ટે જજને આપી સજા, કહી દીધી મોટી વાત
સુપ્રિમ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન ન આપવા બદલ એક સેશન કોર્ટના જજને સજા આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે મંગળવારના રોજ અલાહબાદ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, ન્યાયિક જવાબદારિઓ લઇ લીધી છે. આ સાથે તેમની કુશળતા સુધારવા માટે ન્યાયિક અકાદમીમાં મોકલવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી
સુપ્રીમ કોર્ટે 21 માર્ચના રોજ ચેતવણી આપી હતી કે, જો કોઈ વારંવાર આવા ચુકાદા આપે છે, તો તેની પાસેથી ન્યાયિક કાર્યની જવાબદારી લેવામાં આવશે અને તેને ન્યાયિક અકાદમીમાં મોકલવામાં આવશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેચને કહેવામાં આવ્યું હતું કે, જજો સૂચનાઓનું પાલન કરી રહ્યા નથી.
એડવોકેટ સિદ્ધાર્થ લુથરા, જેઓ કોર્ટને એમિકસ ક્યુરી તરીકે મદદ કરી રહ્યા છે, તેમણે આવા બે કેસ કોર્ટ સમક્ષ મૂક્યા હતા, જેમાં જામીન માટેના આદેશ આપવામાં આવ્યા ન હતા.
એક કેસ લગ્નના વિવાદ સાથે સંબંધિત હતો. લખનઉના સેશન્સ જજે આરોપી અને તેની માતાની અરજી પર તેને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો, જ્યારે તેની ધરપકડ પણ કરવામાં આવી ન હતી. આ સાથે અન્ય કેસમાં, એક આરોપી કેન્સરથી પીડિત હતો અને ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે તેને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.
આ કેસ પર નિરાશા વ્યક્ત કરતા બેચે જણાવ્યું હતું કે, આવા ઘણા આદેશો પસાર કરવામાં આવે છે, જે આપણા આદેશો સાથે મેળ ખાતા નથી. બેચે જણાવ્યું હતું કે, કોર્ટમાં કાયદાના આધારે નિર્ણયો સંભળાવવામાં આવે છે અને તેનું પાલન કરવું જરૂરી છે. ઉત્તર પ્રદેશમાં સ્થિતિ ખૂબ જ ખતરનાક છે. 10 મહિના પહેલા નિર્ણય આપ્યા બાદ પણ તેનું પાલન થતું નથી.
બેચે જણાવ્યું હતું કે, 21 માર્ચના રોજ અમારા આદેશ બાદ પણ લખનઉ કોર્ટે તેનું ઉલ્લંઘન કર્યું છે. અમે આ આદેશને અલ્હાબાદ હાઈકોર્ટના ધ્યાન પર પણ લાવ્યા છીએ. હાઈકોર્ટે જરૂરી પગલાં લેવા જોઈએ અને ન્યાયાધીશોની ન્યાયિક કાર્યક્ષમતા સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પોલીસ શાસનની જરૂર નથી, જ્યાં લોકોની બિનજરૂરી ધરપકડ કરવામાં આવે.
કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, જ્યાં કસ્ટડીની જરૂર નથી, ત્યાં સાત વર્ષથી ઓછી સજા હોય, તેવા કેસમાં ધરપકડ કરવાની જરૂર નથી. જો કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હોય અને તે તપાસમાં સહકાર આપી રહ્યો હોય, તો ચાર્જશીટ દાખલ થયા બાદ જ તેને કસ્ટડીમાં લેવા જોઈએ. જુલાઈમાં કોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે, બંધારણની ગરિમા જાળવવાની જવાબદારી ટ્રાયલ કોર્ટની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
