Chhawlw Rape Case: સુપ્રિમ કોર્ટે મૌતની સજાને બદલી, ત્રણેય આરોપીને કર્યા મુક્ત
દિલ્હીની અદાલતે છાવાલા વિસ્તારમાં એક 19 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના મામલે ત્રણ લોકોને દેષિત જાહેર કર્યા હતા. અદાલત તરફથી ત્રણેય આરોપીને ઉમર કેદની સજા સંભળાવામાં આવી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે ત્રણેય દોષિત
દિલ્હીની અદાલતે છાવાલા વિસ્તારમાં એક 19 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના મામલે ત્રણ લોકોને દેષિત જાહેર કર્યા હતા. અદાલત તરફથી ત્રણેય આરોપીને ઉમર કેદની સજા સંભળાવામાં આવી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે ત્રણેય દોષિતોને મુક્ત કરી દિધા છે.

ખેતરમાં મળી હતી યુવતીની લાસ
યુવતીની લાશ કઠંગી લાહતમાં ખેતરમાથી મળી આવી હતી. તપાસમાં કારના ઓજારથી લઇને માટીના વાસણોથી યુવતીને ઇજા થઇ હોવાનું કહેવામાં આવ્યુ હતુ. આ મામલાની સૂનાવણી કરતા દિલ્હીની એક અદાલતે ફેબ્રુઆરી 2014 માં 19 વર્ષિય યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કરવા માટે ત્રણ લોકોને દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી.
ઓગસ્ટ 2014માં દિલ્હી હાઇકોર્ટે મોતની સજાની પુષ્ટી કરીને કહ્યુ કે, તે શિકારી હતા અને રસ્તા પર આવા બદઇરાદા સાથે ભટકી રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, રવિ કુમાર, રાહુલ અને વિનોદ કુમારે ઓફિસથી ઘરે પરત ફરી રહેલી યવતીનું અપહરણ કરી લીધુ હતુ. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે, ત્રણેય લોકોએ અફહરણ બાદ યુવતી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દિધી હતી. ત્યાર બાદ લાશને હરિયાણાની રેવાડી જિલ્લામાં રોધઇ ગામમાં એક ખેતરમાં ફેંકી દિધુ હતુ.












Click it and Unblock the Notifications
