ચંદ્રયાનની સફળતાનો શ્રેય આ ચહેરાઓને જાય છે, મળો પુરી ટીમને

ઈસરોએ મામુલી ખર્ચમાં પુરી દુનિયાને પાછળ છોડીને ચંદ્રયાન 3 ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતારીને ઇતિહાસ રહી દીધો છે. આ મિશનને સફળ બનાવવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોની મોટી મહેતન છે. આજે આપણે આ મિશન પાછળ રહેલા કેટલાક મહત્વના ચહેરાઓ વિશે વાત કરવાના છીએ.

Chandrayaan

એસ.સોમનાથ -ઈસરો ચીફ
એસ. સોમનાથ લાંબા સમયથી ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા છે. ઈસરો અધ્યક્ષ બન્યા પછી તેમણે આ પ્રોજેક્ટને વેગ આપ્યો. સમગ્ર ટીમનું નેતૃત્વ કરવા બદલ તેમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, માર્ક 3 વ્હીકલ એસ.સોમનાથ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ દેશનું સૌથી શક્તિશાળી રોકેટ છે, જે ચંદ્રયાન-3ને ચંદ્ર પર લઈ ગયું હતું. આ રોકેટ વિના આ સફળતા શક્ય ન બની હોત.

પી. વીરમુથુવેલ - ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડિરેક્ટર
2019માં ચંદ્રયાન-2ની નિષ્ફળતાને કારણે નિરાશાનું વાતાવરણ હતું ત્યારs પી. વીરમુથુવેલને ચંદ્રયાન-3ની જવાબદારી સોંપવામાં આવી. તે પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તે તમિલનાડુના વિલ્લુપુરમના રહેવાસી છે અને આઈઆઈટી મદ્રાસમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે ઈસરોમાં જોડાયા. તેમણે ચંદ્રયાન-2માં પણ કામ કર્યું અને આ જવાબદારી સંભાળી છે.

ડો.કલ્પના - ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર
આ મિશનની સફળતામાં મોટી સંખ્યામાં મહિલા વૈજ્ઞાનિકોનો પણ હાથ છે. ઈસરોના વડાએ ડૉ. કલ્પનાને ચંદ્રયાન-3ના ડેપ્યુટી પ્રોજેક્ટની જવાબદારી સોંપી હતી. તેમણે દિવસ-રાત મહેનત કરી અને તેના પરિણામે આજે ભારતે અવકાશ ક્ષેત્રે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણી લાંબા સમયથી ISRO સાથે જોડાયેલા છે.

એમ શંકરન - યુઆરએસસી ડિરેક્ટર
યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર બેંગલુરુમાં સ્થિત છે. ઈસરોના ઉપગ્રહોનું ઉત્પાદન, સંચાલન વગેરે અહીંથી થાય છે. તેના નિર્દેશક એમ શંકરન છે. ઈસરોના ચીફના કહેવા પ્રમાણે, તેમણે આ પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેમના નેતૃત્વમાં વ્હીકલ તૈયાર કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X