મોડા આવતા રેલવે કર્મચારી સાવધાન, અડધો કલાક મોડા આવશો તો પગાર કપાઈ જશે
મોડા આવવા માટે કુખ્યાત રેલવેના કર્મચારીઓ વિરૂદ્ધ રેલવે બોર્ડ એક્શનમાં જોવા મળી રહી છે. મોડા આવીને વહેલા જતા રહેતા રેલવે કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવાના બોર્ડે આદેશ કર્યા છે.
અહેવાલો અનુસાર, ઓફિસ મોડા આવતા કર્મચારીઓ સામે કાર્યવાહી તો કરાશે અને પગાર પણ કાપવામાં આવી શકે છે.

રેલવે બોર્ડના એક આદેશમાં કહેવાયુ છે કે, કર્મચારીઓ સવારે 9 વાગ્યા સુધીમાં ઓફિસે પહોંચી જાય. આવુ નહીં કરનારાની અડધા દિવસની કેઝ્યુઅલ લીવ લાગુ કરવામાં આવશે, જેના કારણે તેમનો પગાર પણ કપાશે. જો કર્મચારી આવું વારંવાર કરશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
બોર્ડે આદેશમાં આગળ કહ્યું કે, એવું જોવામાં આવ્યું છે કે સમયસર ઓફિસમાં આવતા કર્મચારીઓની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.
રેલ્વેએ તેના આદેશમાં કહ્યું છે કે, ઓફિસના તમામ અધિકારીઓ સવારે 9 વાગ્યા સુધીમાં તેમની સીટ પર અને ફરજ પર હાજર રહેવાની અપેક્ષા છે. તમામ અધિકારીઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની નીચે કામ કરતા કર્મચારીઓ જ નહીં પરંતુ તેઓ પોતે પણ ઓફિસના સમયનું પાલન કરે.
આ આદેશમાં એ વાત પર ભાર મુકાયો છે કે, મોડા આવવાના દરેક દિવસ માટે અડધા દિવસની કેઝ્યુઅલ લીવ કપાશે. જો કે એક કલાક મોડા આવનારને મહિનામાં મહત્તમ બે વાર માફી મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
