અમેરિકામાં બોલ્યા રાહુલ ગાંધી, ચોંકાવનારા હશે આગલી લોકસભા ચૂંટણીના પરિણામો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં વિપક્ષ ખૂબ જ એકજૂટ છે, ધરાતલ પર ઘણુ બધુ થઈ રહ્યુ છે. રાહુલે કહ્યુ કે સરકાર સામે છુપાયેલ અંડરકરંટ છે જે આગામી ચૂંટણીમાં લોકોને આશ્ચર્યચકિત કરશે.
રાહુલ ગાંધીએ નેશનલ પ્રેસ ક્લબમાં અનેક સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી બે વર્ષમાં ખૂબ સારુ પ્રદર્શન કરશે. કર્ણાટક ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે તમે આગામી ત્રણથી ચાર રાજ્યોને જોજો, તે વધુ સારા સંકેત આપવા જઈ રહ્યા છે.

અન્ય એક પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું કે ભારતમાં વિપક્ષ ખૂબ જ એકજૂટ છે, અમે ઘણી પાર્ટીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. મને લાગે છે કે ઘણી સારી વસ્તુઓ થઈ રહી છે. અમે ઘણા રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ સામે લડી રહ્યા છીએ, તેથી કેટલીક સમજૂતી કરવી પડશે, પરંતુ મને ખાતરી છે કે બધું સારું થઈ જશે.
જ્યારે રાહુલ ગાંધીને સમગ્ર વિશ્વમાં પીએમ મોદીની લોકપ્રિયતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભારતમાં સંસ્થાઓ ચોક્કસપણે કબજે છે. દેશમાં પ્રેસ નિયંત્રણમાં છે. હું જે સાંભળું છું તેના પર હું વિશ્વાસ કરતો નથી.
જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ભારતમાં લઘુમતીઓના અધિકારો પુનઃસ્થાપિત કરશે કે કેમ તે અંગે રાહુલે કહ્યું કે ભારતની વ્યવસ્થા ખૂબ જ સમૃદ્ધ છે, પરંતુ તે નબળી પડી છે. તમારી સંસ્થાઓ સ્વતંત્ર હોવી જોઈએ, તેના પર કોઈ દબાણ ન હોવું જોઈએ. જો કોંગ્રેસ સત્તામાં આવે છે, તો કોઈ શંકા નથી કે આ બધી બાબતો સુનિશ્ચિત કરવામાં આવશે.
અમેરિકા સાથે ભારતના સંબંધો પર રાહુલે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધ હોવો મહત્વપૂર્ણ છે પરંતુ મને લાગે છે કે આપણે અન્ય ક્ષેત્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
આ સાથે જ રાહુલ ગાંધીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના સ્ટેન્ડને યોગ્ય ઠેરવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રશિયા-યુક્રેન વિવાદમાં ભાજપ સરકારે જે સ્ટેન્ડ લીધું હતું, અમે પણ એ જ સ્ટેન્ડ લીધું હોત. રશિયા સાથે ભારતના સંબંધો એવા છે જેને નકારી શકાય તેમ નથી. અમારી નીતિ એવી જ રહી હોત.












Click it and Unblock the Notifications
