પંજાબમાં ઈન્ડસ્ટ્રીના વિસ્તાર માટે પંજાબ સરકાર એક્શનમાં, વેપારીઓ પાસેથી વોટ્સએપ-ઈમેલ પર સૂચનો માંગ્યા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કમાન સંભાળી ત્યારથી રાજ્યમાં સતત નવા નવા સુધારા કરવામાં આવી રહ્યા છે. હવે પંજાબ સરકાર રાજ્યમાં ઈન્ડસ્ટ્રીના વિસ્તાર માટે એક્શનમાં આવી છે.
હાલમાં જ પંજાબના મુખ્યમંત્રીએ ઓનલાઈન સંબોધન કરતા ઈન્ડસ્ટ્રીને લઈને એક મોટા નિર્ણયની જાહેરાત કહી હતી. અહીં મુખ્યંમંત્રી ભગવંત માને વેપારીઓ પાસેથી સૂચનો માંગ્યા હતા.

પંજાબ સરકારે વેપારીઓ પાસેથી સૂચનો માટે વોટ્સએપ નંબર અને ઈ-મેલ જારી કર્યા છે. આ વોટ્સએપ અને ઈમેલથી વેપારીઓ પોતાના સૂચનો સરકારને જણાવી શકે છે. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, સરકારે ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સૂચનો માંગ્યા છે. વેપારીઓ વોટ્સએપ નંબર 81948-91948 અને ઈમેલ આઈડી punjabconsultation@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, આ પગલું ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે. પંજાબને રંગલા બનાવવા માટે સરકાર વધુ એક પહેલ કરવા જઈ રહી છે. પંજાબ ટૂંક સમયમાં ઉદ્યોગની દ્રષ્ટિએ નંબર-1 બનશે. તેમણે કહ્યું કે, પંજાબ સરકાર જનતાના સૂચનો પર કામ કરી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં સત્તા સંભાળ્યા બાદ ભગવંત માન સરકાર સતત નવા નવા સુધારા કરી રહી છે. અત્યારસુધીમાં રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ અને વેપાર ક્ષેત્રે ઘણા મોટા નિર્ણયો લેવાયા છે.












Click it and Unblock the Notifications
