બિહારી મજુરોનો નકલી વીડિયો શેર કરનારો ઝડપાયો, પોલીસ સામે રડતો દેખાયો મનીષ કશ્યપ

મનીષ કશ્યપનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મનીષ કશ્યપ પોલીસની કારમાં રડી રહ્યો છે અને તેના સાથીઓ તેની હિંમત વધારી રહ્યા છે. મનીષનો રડતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Manish Kashyap

નવી દિલ્હી : બિહારી મજુરો સાથે મારામારીનો નકલી વીડિયો શેર કરનારો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. યુટ્યૂબ ચેનલ ચલાવનારો મનીષ કશ્યપ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આસમે આવી રહેલા અહેવાલો અનુસાર, મનીષ કશ્યપે પોલીસ સામે ખુબ જ સરેન્ડર કર્યુ છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

આ ઘટનાક્રમ વચ્ચે મનીષ કશ્યપનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મનીષ કશ્યપ પોલીસની કારમાં રડી રહ્યો છે અને તેના સાથીઓ તેની હિંમત વધારી રહ્યા છે. મનીષનો રડતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે મનીષ કશ્યપ સાથે ઉપેન્દ્ર સાહનીની પણ રપકડ કરી છે. તમિલનાડુના તિરુપુરમાં બિહારી મજૂરોની કથિત રીતે મારપીટનો વીડિયો ઉપેન્દ્રએ સૌપ્રથમ શેર કર્યો હતો. ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરો હતો. તમિલનાડુ પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરી છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કથિત વીડિયો સૌથી પહેલા ઉપેન્દ્રના ફોન પરથી જ શેર કરવામાં આવ્યો હતો, જે પછી વાયરલ થયો હતો. પોલીસે તેની સામે IPC કલમ 153B, 505, 266D અને IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, બિહાર પોલીસે મનીષ કશ્યપની પશ્ચિમ ચંપારણમાંથી ધરપકડ કરી છે. આર્થિક અપરાધ એકમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને પટના લાવવામાં આવ્યો હતો. અહીં તેની પૂછપરછ કરવામાં આવી. આ પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે મનીષને 22 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. હવે તમિલનાડુ પોલીસ પણ જલ્દી મનીષની પૂછપરછ કરી શકે છે. આ માટે પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગ કરી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, મનીષે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તમિલનાડુમાં બિહારના મજૂરોની મારપીટ કરવામાં આવી રહી હોવાનો દાવો કરાયો હતો. મનીષ પર સોશિયલ મીડિયા પર નકલી વીડિયો શેર કરીને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. મનીષ વિરુદ્ધ બિહારમાં 14 અને તમિલનાડુમાં 13 કેસ નોંધાયા છે. મનીષની ધકપકડ માટે વોરંટ નિકળ્યા બાદ તે હાજર ન થતા તેના ઘરને અટેચ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ત્યારે હવે મનીષે જગદીશપુર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે.

મનીષ વિરુદ્ધ રંગદારી, સરકારી કામમાં અડચણ ઉભી કરવા સહિતના ક કેસ નોંધાયા છે. તેની સામે એસબીઆઈના બ્રાંચ મેનેજર પાસેથી ખંડણી માંગવાનો પણ કેસ નોંધાયો છે. મનીષ વિરુદ્ધ બેતિયામાં 7 કેસ નોંધાયા છે. બિહાર પોલીસનું કહેવું છે કે મનીષના ખાતામાં જે પણ પૈસા હતા તે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. મનીષના જુદા જુદા ખાતાઓમાં કુલ 42.11 લાખ રૂપિયા જમા છે, જે ફ્રીઝ કરાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X