જમ્મુ બસ સ્ટેન્ડ ગ્રેનેડ હુમલા પર મહેબૂબા મુફ્તીઃ અમુક લોકો અમને વહેંચવાની કોશિશ કરી રહ્યા છે

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યુ કે અમુક લોકો અમને વહેંચવાની કોશિશ કરવાની રહ્યા છે.

જમ્મુ શહેરમાં વચ્ચો વચ્ચ સ્થિત ભીડવાળા બસ સ્ટેન્ડ પર ગુરુવારે ગ્રેનેડથી કરાયેલા જબરદસ્ત ધમાકામાં ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થઈ ગયા જેમાંથી એકનું મોત થઈ ગયુ છે. પોલિસના એક વરિષ્ઠ અધિકારીએ આની જાણકારી આપી. ઘટના બાદ પોલિસે સમગ્ર વિસ્તારને ઘેરીને પોતાની તપાસ શરૂ કરી દીધી છે. પોલિસને શંકા છે કે બસ પર બહારથી ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો.

Mehbooba Mufti

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને આ હુમલાની નિંદા કરતા લખ્યુ, 'હું આ આતંકી કૃત્યની નિંદા કરુ છુ. હું ઘાયલોને તાત્કાલિક સ્વસ્થ થવાની કામના કરુ છુ. અમુક લોકો અમને વહેંચવાની કોશિશ કરી રહ્યા છે, આપણે એકજૂટ રહેવુ જોઈએ ત્યારે જ આવી તાકાતોને હરાવી શકાય છે.' વળી, ઉમર અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરી છે અને ઘાયલોને વહેલી તકે સાજા થવાની કામના કરી. તમને જણાવી દઈએ કે આ બસ સ્ટેન્ડ હંમેશાથી જ આતંકીઓના નિશાના પર રહ્યુ છે.

ગયા વર્ષે મેથી લઈને અત્યાર સુધી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આતંકવાદીઓ તરફથી હાથગોળા દ્વારા કરાયેલો આ ત્રીજો હુમલો છે. જમ્મુના પોલિસ ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) એમ કે સિન્હાએ જણાવ્યુ કે વિસ્ફોટ બાદ બી સી રોડ આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી અને હાથગોળા ફેંકનારાને પકડવા માટે મોટાપાયે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

પોલિસ હુમલાકોરની તપાસ માટે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. હુમલા બાદ જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે ઘટનાથી પહેલા બસ સ્ટેન્ડનો માહોલ શાંત હતો અને લોકો આરામથી અંદર બહાર જઈ રહ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે જેવો ધમાકો થયો તો લોકો ઝડપથી ભાગતા જોવા મળી રહ્યા છે. ધમાકો કેટલો મોટો હતો કે લોકો કાનોમાં હાથ લગાવતા જોવા મળી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X