જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાની NIA કરશે તપાસ
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર જે રીતે આતંકવાદીઓએ ડ્રોન દ્વારા વિસ્ફોટકો ફેંકી અને હુમલો કર્યો તે પછી, દેશને ડ્રોન એટેક સાથે વ્યવહાર કરવાના નવા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે અને જમ
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર જે રીતે આતંકવાદીઓએ ડ્રોન દ્વારા વિસ્ફોટકો ફેંકી અને હુમલો કર્યો તે પછી, દેશને ડ્રોન એટેક સાથે વ્યવહાર કરવાના નવા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે અને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઈએની ટીમ એરફોર્સ સ્ટેશન પરના હુમલાના દરેક પાસાઓની તપાસ કરશે. આ ડ્રોન ક્યાંથી આવ્યુ અને તેની પાછળ કોણ છે, એનઆઈએની ટીમ આ તમામ પાસાઓની તપાસ કરશે.

બ્લાસ્ટની તપાસ માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડની બોમ્બ સ્ક્વોડની ટીમ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર આવી છે. એનએસજીની ટીમ વિસ્ફોટના સ્વરૂપની તપાસ કરશે. આમાં આરડીએક્સ અથવા ટીએનટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. સૂત્રએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં પણ તપાસ કરવામાં આવશે કે ડ્રોન સરહદ પારથી ચલાવવામાં આવી રહ્યું હતું કે સરહદ પારથી કોઈ હેન્ડલર તેમાં સામેલ છે કે કેમ.
રિપોર્ટ અનુસાર આરડીએક્સ અથવા ટી.એન.ટી.નો ઉપયોગ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. જો કે તપાસમાં સ્પષ્ટ થશે કે આતંકવાદીઓને આ વિસ્ફોટક કેવી રીતે મળ્યા, આમાં સરહદ પારથી કોઈ મદદ મળી. મળતી માહિતી મુજબ આતંકવાદીઓ માત્ર એરફોર્સ સ્ટેશન જ નહીં પરંતુ અન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. 27 જૂનના રોજ સવારે 3 વાગ્યે કાલુચક વિસ્તારમાં ડ્રોન નજરે ચઢયું હતું, જોકે આ દરમિયાન સૈનિકો પુરા તૈયાર હતા અને તેમણે ડ્રોન પર હુમલો કર્યો હતો, જેનાથી મોટો અકસ્માત ટળી ગયો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે જો સૈનિકોએ ચપળતા ન બતાવી હોત તો આતંકવાદીઓ હુમલો કરવામાં સફળ રહ્યા હોત. અંધકારને લીધે ડ્રોન સ્થળ પરથી ગાયબ થઈ ગયુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
