TMC નેતા સાકેત ગોખલે વિરુદ્ધ મેઘાલય સરકારે કેસ દાખલ કર્યો, માનહાનિ કરવાનો આરોપ
સાકેત ગોખલેની મુશ્કેલી ઓછી થવાનુું નામ નથી લઈ રહી. પહેલા મોરબીને લઈને વિવાદ બાદ હવે મેઘાલય સરકારે કેસ દાખલ કર્યો છે.
તૃણમુલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોંખલેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ખોટી માહિતી ટ્વિટ કરવાના આરોપમાં ફસાયેલા સાકેત ગોંખલે વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિહતો અનુસાર, મેઘાલય સરકારે સાકેત ગોખલે વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સાકેત ગોખલે પર મેઘાલય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. સાકેત ગોખલેએ મેઘાલય ઈકોટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 632 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
રાજ્ય સરકાર હેઠળની કંપની મેઘાલય એજ લિમિટેડે પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટને આ મામલે રાહત આપવા માટે અપીલ કરી હતી. કંપનીએ માંગ કરી હતી કે, સાકેત ગોખલે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે. સાકેત ગોખલે વિરુદ્ધ કલમ 499 હેઠળ ફોજદારી કેસ નોંધવા માંગ કરાઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, સાકેત ગોખલેએ 4 ડિસેમ્બરે એક નિવેદન જારી કરી મેઘાલય ઈકોટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 632 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
